શ્રીલંકા સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ કેએલ રાહુલ પાસેથી ટીમની વાઇસ કેપ્ટનશીપ છીનવી લીધી છે. જો કે, તે ટી20 ટીમમાં ખેલાડી તરીકે જ રહેશે. રોહિત શર્મા ફિટ થઈ ગયો છે. તેને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ઉપરાંત નવા વાઇસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે.
રોહિત શર્માની ઈજા ટીમ માટે મોટી સમસ્યા બની ગઈ હતી. પરંતુ આજે સવારે મુંબઈમાં નેટ્સ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. કુલદીપ યાદવ ઘણા સમય પછી T-20 ટીમમાં પરત ફર્યો છે. એવું માનવામાં આવતું હતું કે, વિરાટ કોહલીને આ સિરીઝમાંથી બ્રેક આપવામાં આવી શકે છે પરંતુ એવું થયું નહીં. રિષભ પંતને ભારતીય ટીમમાં લેવામાં આવ્યો નથી. ટી-20 ફોર્મેટમાં સતત ફ્લોપ રહેવાના કારણે તેને બહાર કાઢ્યો છે. મોહમ્મદ શમી પણ ટી-20 ટીમમાં જોવા મળી રહ્યો છે. ચાહકોને આશા હતી કે, ઋષભની જગ્યાએ સંજુ સેમસનને ટીમમાં લેવામાં આવશે. પરંતુ બાંગ્લાદેશમાં રમાયેલી વનડેમાં બેવડી સદી ફટકારનારા ઇશાન કિશાન પર પસંદગીકારોએ વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ચેતન શર્માની આગેવાની હેઠળની ભારતીય પસંદગી સમિતિનો આ છેલ્લો નિર્ણય છે. ટી-20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનને કારણે આ સમિતિને બરતરફ કરવામાં આવી હતી. જો કે, નવી કમિટીની રચના ન થવાના કારણે તેને આ સિરીઝમાં ટીમ સિલેક્શનની જવાબદારી સોંપવામાં આવી છે.