હજુ અલ્પવિરામ છે અમે પૂર્ણ વિરામ ઇચ્છીએ છીએ.અમે આક્રમક નથી પરંતુ તેનો મતલબ એવો પણ નહીં કે એટલો વિલંબ થઈ ના થઇ જાય કે જે વસ્તુ માટે વિલંબ કરી રહ્યા છે તે જ ખતમ થઈ જાય.અમારા ઘરમાં ઘૂસીને કોઈ ચોરી કરે તો અમને રક્ષણ આપવાની જવાબદારી સરકારની છે. દુષ્ટ સામે જે કાર્યવાહી કરવાની થતી હોય તે સરકાર કરે.અમારે કોઈનું કઈ લેવું નથી પરંતુ અમારું જે છે તે અમને પરત આપો,. નાના મોટા 19 મુદ્દાઓ છે જેને લઈને સરકારને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ શત્રુંજય પર્વતના દેરાસરના એક ભાગમાં ભગવાનના પગલાં સાથે કોઈએ ચેડાં કર્યા છે. જેની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે તે મુખ્ય મુદ્દો છે. આ મુદ્દાને લઈને જૈન ધર્મ આક્રમક થયું નથી. પરંતુ તમારા ઘરમાં કોઈ ચોરી કરે તો પોલીસે રક્ષણ કરવાની જવાબદારી છે, જેથી જૈન સમજે તે માટે સરકાર પાસે માંગણી કરી છે.