મહુવાની વડલી ચોકડી નજીક આજે સવારે કાર અને ટેન્કર ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માત બાદ કાર સળગી ઉઠતા કારચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ અને ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.
અરેરાટી ઉપજાવે તેવા આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ મહુવા તાલુકાના માળિયા ગામમાં રહેતા ભરતભાઈ નાકાભાઈ નાગોથા ( ઉં. વ.૩૮ ) તેમની સ્વીફ્ટ કાર લઈને બેંકના કામ માટે ભાવનગર આવી રહ્યા હતા ત્યારે મહુવા ભાવનગર રોડ પર આવેલ વડલી ચોકડીથી આગળ કાર અને ટેન્કર ટ્રક વચ્ચે અકસ્માત થતા કારમાં આગ લાગી હતી,અને જાેતજાેતામાં આગે સમગ્ર કારને લપેટમાં લઈ લીધી હતી.અકસ્માત બાદ કાર ચાલક ભરતભાઈએ કારમાંથી બહાર નીકળવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ કારનો દરવાજાે નહિ ખુલતા કારમાં જ તેઓ ભડથું થઈ ગયા હતા.
આ બનાવના પગલે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસ, ફાયરબ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો,જાેકે ફાયરબ્રિગેડ કાફલો સ્થળ ઉપર પહોંચે તે પહેલાં જ ભરતભાઈ આગમાં ભડથું થઈ ગયા હતા. અકસ્માતની આ ઘટના અંગે મહુવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
કારનો દરવાજાે ખોલવા ચાલકે ઘણી કોશિશ કરી, પરંતુ…
મહુવાના વડલી ચોકડી થી આગળ સવારની ઘટનામાં ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી,પરંતુ કાર સળગી ઊઠવાને કારણે અને કારચાલક ભરતભાઈએ ઘણી કોશિશ કરવા છતાં કારનો દરવાજાે લોક થઈ જતા તેઓ કારની બહાર નહોતા નીકળી શક્યા અને આગમાં જ તેનો જીવ ચાલ્યો ગયો હતો તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. બાદમાં ફાયરબ્રિગેડ તેમે આવીને આગને બુઝવી હતી. પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.




