Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવા નજીક અકસ્માત બાદ કાર સળગી ઉઠતા ચાલક ભડથું

માળિયાનો યુવાન ભાવનગર આવતો હતો ત્યારે વડલી ચોકડી પાસે સર્જાયો અકસ્માત

aaspassdaily by aaspassdaily
2023-01-07 13:51:58
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહુવાની વડલી ચોકડી નજીક આજે સવારે કાર અને ટેન્કર ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માત બાદ કાર સળગી ઉઠતા કારચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ અને ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.
અરેરાટી ઉપજાવે તેવા આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ મહુવા તાલુકાના માળિયા ગામમાં રહેતા ભરતભાઈ નાકાભાઈ નાગોથા ( ઉં. વ.૩૮ ) તેમની સ્વીફ્ટ કાર લઈને બેંકના કામ માટે ભાવનગર આવી રહ્યા હતા ત્યારે મહુવા ભાવનગર રોડ પર આવેલ વડલી ચોકડીથી આગળ કાર અને ટેન્કર ટ્રક વચ્ચે અકસ્માત થતા કારમાં આગ લાગી હતી,અને જાેતજાેતામાં આગે સમગ્ર કારને લપેટમાં લઈ લીધી હતી.અકસ્માત બાદ કાર ચાલક ભરતભાઈએ કારમાંથી બહાર નીકળવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ કારનો દરવાજાે નહિ ખુલતા કારમાં જ તેઓ ભડથું થઈ ગયા હતા.
આ બનાવના પગલે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસ, ફાયરબ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો,જાેકે ફાયરબ્રિગેડ કાફલો સ્થળ ઉપર પહોંચે તે પહેલાં જ ભરતભાઈ આગમાં ભડથું થઈ ગયા હતા. અકસ્માતની આ ઘટના અંગે મહુવા પોલીસે તપાસ હાથ ધરી હતી.

કારનો દરવાજાે ખોલવા ચાલકે ઘણી કોશિશ કરી, પરંતુ…
મહુવાના વડલી ચોકડી થી આગળ સવારની ઘટનામાં ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી,પરંતુ કાર સળગી ઊઠવાને કારણે અને કારચાલક ભરતભાઈએ ઘણી કોશિશ કરવા છતાં કારનો દરવાજાે લોક થઈ જતા તેઓ કારની બહાર નહોતા નીકળી શક્યા અને આગમાં જ તેનો જીવ ચાલ્યો ગયો હતો તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. બાદમાં ફાયરબ્રિગેડ તેમે આવીને આગને બુઝવી હતી. પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.

Tags: bhavnagarcar aagmahuvamot
Previous Post

ચિત્રાની બેંક કોલોનીમાં વેપારી ઉપર હુમલો કરી રોકડાની લૂંટ ચલાવાઇ

Next Post

ભાવનગરમાં ૧૨ જાન્યુઆરીએ રોજગાર ભરતીમેળો યોજાશે

aaspassdaily

aaspassdaily

Related News

સોના-ચાંદીનો ભાવ વિક્રમી સ્તરે પહોંચતા જ્વેલર્સની ચિંતા વધી
તાજા સમાચાર

ગુજરાતમાં અખાત્રીજના દિવસે ૧૦૦ કિલો સોનાનું થયું વેચાણ

April 20, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં ૩૩ વર્ષ બાદ વાઘના કાયમી વસવાટ માટે કવાયત હાથ ધરવામાં આવી

April 20, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અંગે કોંગ્રેસનો સરકારને સવાલ

April 20, 2026
Next Post

ભાવનગરમાં ૧૨ જાન્યુઆરીએ રોજગાર ભરતીમેળો યોજાશે

પતંગ ચગાવતા માતા-પુત્રીનું ચોથા માળેથી પટકાતા મોત

ચિત્રા વિસ્તારમાં રહેતા યુવાનનો અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.