અમદાવાદના વિરમગામમાં ભાજપના ચાલુ મહિલા કોર્પોરેટરના પતિ હર્ષદ ગામોતની હત્યાની ઘટના સામે આવી છે. આ હત્યા અંગત અદાવતમાં થઇ હોવાનું સામે આવ્યું છે. હાલ તો વિરમગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના વિરમગામના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની કેટલાક શખ્શો દ્વારા અદાવત રાખી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે કોર્પોરેટર સોનલ ગામોતના પતિ હર્ષદ ગામોતની હત્યા કેટલાક શખ્સો દ્વારા અંગત અદાવત રાખી હત્યા કરી દીધી હોવાનું લોકો અનુમાન લગાવી રહ્યા છે. વિરમગામના કોર્પોરેટર સોનલ ગામોતની પતિ હર્ષદ ગામોતની અંગત અદાવતમાં કેટલાક શખ્સોએ અમદાવાદ ખાતે હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવવા પામ્યું છે. ત્યારે આ બાબતે વિરમગામ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે છેલ્લા ધણા સમયથી રાજ્યમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.