પુજ્ય બજરંગદાસ બાપાની ૪૬મી પુણ્યતિથીની ઉજવણી થઇ રહી છે. બગદાણા ખાતે બાપાને ધામે હજારો ભાવિકો દર્શન કરવા ઉમટી પડ્યા છે જ્યારે સમગ્ર ગોહિલવાડ પંથકમાં પણ બજરંગદાસ બાપાની પુણ્યતિથીની ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
ભાવનગર શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં પુજ્ય બાપાની મઢુલી બાનાવી આરતી, મહાપ્રસાદ સહિતનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત મઢુલી બનાવી ચોકલેટ પિપરમેન્ટ સહિતના પ્રસાદની રાહદારીઓને વિતરણ કરવામાં આવ્યુ હતું.