ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા તારીખ ૧૧ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન રાષ્ટÙીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસના સહયોગથી માર્ગ સલામતી સપ્તાહનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જેના પ્રારંભે બાઇક રેલી તથા અકસ્માતની તસવીરોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ જેનો ઉદઘાટન સમારોહ ટ્રાફિક કચેરી ખાતે યોજાયો હતો.
જિલ્લા કલેકટર ડી.કે. પારેખની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ માર્ગ સલામતી સપ્તાહના ઉદ્ઘાટન સમારોહમાં એસપી. રવિન્દ્ર પટેલ તથા આગેવાનો ગીરીશભાઈ શાહ, મેહુલભાઈ વડોદરિયા, એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલા, ટ્રાફિક પીઆઇ સહિત ઉપસ્થિત રહ્યા હતા. માર્ગ સલામતી સપ્તાહના ઉદઘાટન બાદ કલેક્ટર, એસપી સહિતની ઉપસ્થિતિમાં ટ્રાફિક જવાનોની જનજાગૃતિ બાઇક રેલીને લીલી જંડી આપી પ્રસ્થાન કરાવાઈ હતી. આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી લોકોને ટ્રાફિક અંગે જાગૃત કર્યા હતા. આ ઉપરાંત ઝડપની મજા મોતની સજાના શિર્ષક હેઠળ અકસ્માતની તસવીરોનું પ્રદર્શન પણ યોજાયો હતો જેને આગેવાનોએ નિહાળ્યુ હતુ
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.રાષ્ટÙીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત તારીખ ૧૭ સુધી દરરોજ વિવિધ કાર્યક્રમોનુ આયોજન પણ કરવામાં આવશે.