ભાવનગર મહાનગરપાલિકાના ફુડ સેફટી વિભાગ દ્વારા સને-૨૦૨૨ દરમ્યાન કુલ – ૧૪૧ ખાધ ખોરાકના કાયદેસરના નમૂનાઓ લઇ ચકાસણી હાથ ધરાઇ હતી જેમાં ફેઈલ થયેલ નમુનાઓના કરવામાં આવેલ કેસ અન્વયે અલગ-અલગ વેપારી–ઉત્પાદક પેઢીને કુલ મળી રૂ. ૬.૬૦ લાખનો એકજ્યુડીકેટીંગ કોર્ટ દ્વારા દંડ કરવામાં આવેલ હતાં તેમજ વર્ષ ૨૦૧૫ દરમ્યાન ફેઇલ થયેલ ખાધ ચીજ – મીઠાઈના નમુનાના ઉત્પાદન અને વેચાણ બદલ એક કેસ ચાલી જતા ચિત્રાની પેઢી મહાલક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણના સંચાલક અશોકભાઇ મકવાણા નામના એક વેપારીને એક દિવસની સજા અને રૂ. ૨૫ હજાર રોકડાનો દંડ ચીફ જયુડીશીયલ કોર્ટ દ્વારા કરવામાં આવેલ. ઉપરાંત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ફંડ સેફટી –ઘી વાન દ્વારા કુલ-૨૬૬૭ ન એનાલીસસ કરવામાં આવેલ ૫૪૪ ટ્રેનીંગ અને અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ છે.