Sunday, July 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવિકો બાપાને નતમસ્તક : બગદાણામાં ગુંજ્યો બાપા સીતારામનો નાદ

ધામેધૂમે ઉજવાયો પૂ. બજરંગદાસ બાપાનો ૪૬મો પુણ્યતિથિ મહોત્સવ : મંગળા આરતી, ધ્વજા રોહણ, ગુરૂપૂજન બાદ પરંપરાગત નગરયાત્રા નિકળી

aaspassdaily by aaspassdaily
2023-01-11 14:17:39
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

લાખો ભાવિકોના આસ્થાના કેન્દ્ર પૂ. બજરંગદાસબાપાના ધામ બગદાણા ખાતે આજે બાપાની ૪૬મી પુણ્યતિથિનો મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. છેલ્લા બે વર્ષમાં કોરોના સંક્રમણ અને નિયંત્રણના કારણે મહોત્સવ થઇ શક્યો ન હતો પરંતુ આ વખતે કોઇ નિયંત્રણ કે સંક્રમણ પણ નહીં હોવાથી મહોત્સવ આયોજીત થયો હતો જેમાં સમગ્ર ગુજરાત અને રાજ્યની બહારથી પણ ભાવિક ભક્તજનોએ બગદાણા આવીને પૂ.બજરંગદાસબાપાના શરણે માથુ ટેકવી નતમસ્તક થયા હતા. પૂણ્યતિથિ મહોત્સવમાં પરંપરાગત નગરયાત્રા સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતાં.


પોષ વદી ચોથના રોજ પૂજ્ય બજરંગદાસ બાપાની પુણ્યતિથિ ધામધૂમથી ઉજવાતી આવી છે. જેના ભાગરૂપે આજે બુધવારના રોજ ૪૬મી પુણ્યતિથિ મહોત્સવ ઉજવાયેલ. પૂણ્યતિથિ મહોત્સવમાં ભાગ લેવા અને પૂ.બજરંગદાસબાપાને માથુ ટેકવવા વહેલી સવારથી જ ભાવિકોનો સમુહ બગદાણા તરફ વહ્યો હતો. ગુરુ આશ્રમથી આ દિવસના ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ વહેલી સવારથી ધાર્મિક વિધિ સાથેના કાર્યક્રમો શરૂ થયા હતાં. જેમાં મંગળા આરતી સવારે ૫ થી ૫ઃ૩૦ કલાકે, ધ્વજા પૂજન સવારે ૭ઃ૩૦ થી ૮ઃ૧૫ કલાકે, ધ્વજા રોહણ સવારે ૮ઃ૧૫ થી ૮ઃ૩૦ કલાક તેમજ મહિમાપૂર્ણ ગુરુપૂજન સવારે ૮ઃ૩૦ થી ૯ઃ૩૦ કલાકે યોજાયેલ ત્યારબાદ રાજભોગ આરતી સવારે ૯ઃ૩૦ કલાકે તેમજ પૂજ્ય બાપાની રંગદર્શી નગરયાત્રા સવારે ૧૦ કલાકે શરૂ થઈને આખા બગદાણા ગામમાં ફરી હતી. તેમજ બાદમાં પ્રસાદ-ભોજન વિતરણ પ્રારંભ કરાયો હતો.
પૂજ્ય બાપાની આ પુણ્યતિથિ મહોત્સવમાં મોટી સંખ્યામાં માનવ સમુદાય ઉપસ્થિત રહેવાનો હોય અહીં સર્વ ટ્રસ્ટી મંડળની દેખરેખ હેઠળ દિવસોથી તૈયારી હાથ ધરાઇ હતી. દર્શન વિભાગ, ચા-પાણી, ગોપાલગ્રામ ભોજનાલય (ભાઈઓ માટે), નવા ભોજનાલય (બહેનો માટે) તેમજ પાર્કિંગ, સુરક્ષા વગેરે વિભાગોમાં સેકડો સ્વયંસેવક ભાઈઓ બહેનો સેવા બજાવી હતી.

Tags: bagdanaBajarangdas Bapapunyatithi
Previous Post

મહાપાલિકાએ લીધેલ ફુડનો નમુનો ફેઇલ થતા વેપારીને સજા-દંડ

Next Post

વ્યાજ ખોરી ડામવા પોલીસે યોજ્યો જાહેર લોકસંવાદ

aaspassdaily

aaspassdaily

Related News

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર
ભાવનગર

મહુવાના દુધાળા નં.૧ ગામે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા, કેટલાક અંધારાઓનો લાભ લઇ ભાગ્યા!

July 25, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
ભાવનગર

તળાજામાં ફોનમાં મશગૂલ ટ્રક ચાલકે બાઈક સવાર વૃદ્ધને કચડ્યા, સદનસીબે જીવ બચ્યો

July 25, 2026
263 દિપડાઓ 834 વખત માનવ વસતિના વિસ્તારમાંથી ઝડપી લેવાયા
ભાવનગર

સિહોરના ધ્રુપકા ગામમાં સિંહ અને દીપડાનો આતંક૧૫ દિવસથી લોકો ભયભીત, વન વિભાગ મૂકપ્રેક્ષક!

July 25, 2026
Next Post
વ્યાજ ખોરી ડામવા પોલીસે યોજ્યો જાહેર લોકસંવાદ

વ્યાજ ખોરી ડામવા પોલીસે યોજ્યો જાહેર લોકસંવાદ

8 મહિલાઓની જાતીય સતામણી કરનાર મૂળ ગુજરાતી ડૉક્ટરને બ્રિટનમાં વધુ 2 જન્મટીપ

8 મહિલાઓની જાતીય સતામણી કરનાર મૂળ ગુજરાતી ડૉક્ટરને બ્રિટનમાં વધુ 2 જન્મટીપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.