Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

8 મહિલાઓની જાતીય સતામણી કરનાર મૂળ ગુજરાતી ડૉક્ટરને બ્રિટનમાં વધુ 2 જન્મટીપ

અગાઉ 3 વખત અપાઇ ચૂકી છે આજીવન કેદ: ડૉક્ટર પર બળાત્કાર અને ઉત્પીડનના લગભગ 115 કેસ સાબિત થયા

aaspassdaily by aaspassdaily
2023-01-12 10:48:09
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતીય મૂળના એક ગુજરાતી ડૉક્ટરને બ્રિટેનની ક્રિમિનલ કૉર્ટે વધુ બે વખત આજીવન કારાવાસની સજા સંભળાવી છે. ચાર વર્ષના સમયગાળામાં 28 મહિલાઓની જાતીય સતામણી કરવા બદલ દોષી ઠર્યા બાદ કોર્ટે આકરી કાર્યવાહી કરી હોવાનું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે. 53 વર્ષીય મનીષ શાહને અગાઉ પણ 3 વખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 15થી 34 વર્ષની મહિલાઓની 115 વખત જાતીય સતામણી બદલ મનીશ શાહને કુલ 5 વખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
એક રિપોર્ટ મુજબ, મનીષ શાહ (ઉં.વ 53) પૂર્વ લંડનના રોમફોર્ડમાં જનરલ પ્રેક્ટિસ ક્લિનિક ચલાવતો હતો. ગત સોમવારે મનીશ શાહને બ્રિટનમાં મહિલા દર્દીઓની જાતીય સતામણી કરવાના કેસમાં બ્રિટેનની ક્રિમિનલ કૉર્ટે વધુ ઓછામાં ઓછી 10 વર્ષની સજાની સાથે બે જન્મટીપની સજા ફટકારી છે. લંડનમાં આવેલા ક્લિનિકમાં મહિલાઓની જાતીય સતામણી કરવાના કેસમાં મનીશ શાહને કોર્ટે ગયા મહિને દોષિત ઠેરવ્યો હતો.
કોર્ટેના ન્યાયાધીશ પીટર રૂકેએ જણાવ્યું હતું કે, મનીશ શાહ મહિલાઓ માટે ખતરો છે. આ નરાધમ 2009થી 4 વર્ષમાં પોતાની જાતીય સંતુષ્ટિ માટે મહિલા દર્દીઓને બિનજરૂરી ઈન્ટીમેટ ટેસ્ટ કરાવવા માટે લોકપ્રિય હસ્તીઓના હાઈપ્રોફાઇલ કેસોનો ઉપયોગ કર્યો હતો. ડૉ. મનીષ હાઈ-પ્રોફાઈલ મહિલાઓનો ઉપયોગ કરીને સરળતાથી ભોળી મહિલાઓને ફસાવતો હતો. તેની સામે અત્યાર સુધીમાં કુલ 28 મહિલાઓની 115 વખત જાતીય સતામણી કરવાના આરોપ લાગી ચૂક્યા છે. આ ઉપરાંત તેના પર કેન્સરનો ખોટો ભય બતાવી બિનજરૂરી બ્રેસ્ટ ટેસ્ટ કરવાનો આરોપ લાગ્યા હતા.
આમ કુલ 28 મહિલાઓની 115 વખત જાતીય સતામણી કરવાના કેસમાં દોષી ઠર્યા બાદ વધુ બે જન્મટીપની સજા ફટકારી છે. આમ બ્રિટનમાં મહિલા દર્દીઓની જાતીય સતામણી કરનાર ગુજરાતી ડોક્ટર મનીષ શાહને કુલ પાંચ વખત આજીવન કેદની સજા ફટકારી છે.

Tags: aajivan kedgujarati doctorUK
Previous Post

વ્યાજ ખોરી ડામવા પોલીસે યોજ્યો જાહેર લોકસંવાદ

Next Post

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતીય કફ સિરપના ઉપયોગ સામે આપી ચેતવણી

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતીય કફ સિરપના ઉપયોગ સામે આપી ચેતવણી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતીય કફ સિરપના ઉપયોગ સામે આપી ચેતવણી

છૂટાછેડા નહીં આપનાર પત્ની પર પતિએ કર્યો એસિડ એટેક

છૂટાછેડા નહીં આપનાર પત્ની પર પતિએ કર્યો એસિડ એટેક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.