ભાવનગરના પાનવાડી રોડ પર આવેલ ફૂટપાથ ઉપર રહેતા પરિવારની ચાર વર્ષની બાળાનું થોડા દિવસ પહેલા અપહરણ થયા બાદ બાળકીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યા કરનાર શખ્સને હસ્તગત કરી તપાસ હાથ ધરી છે.
ભાવનગરના પાનવાડી રોડ, પીલગાર્ડનની ફૂટપાથ ઉપર રમકડાં વેચતા મૂળ મહુવા પંથકના પરિવારની ચાર વર્ષની બાળાનું થોડા દિવસ પહેલાં અપહરણ થતાં બાળકીની માતા કાંતાબેનએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી અને બાળાનું અપહરણ કરનાર છગન મકવાણા નામના શખ્સને ઝડપી લઇ પૂછપરછ કરતા તેણે અગાઉ થયેલ ઝઘડાની દાઝ રાખી બાળકીનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી લાશ નવાબંદર પાસે આવેલ અમૃત સરોવરની નજીક આવેલી ઝાડીમાં ફેંકી દીધી હોવાનું ખુલ્યું હતું. આરોપીએ જણાવેલ હકીકતને લઈને ડી વાય એસ પી આર. આર.સિંગલ, પી.આઈ. ગજ્જર, એÂક્ઝક્યુટિવ મેજિસ્ટ્રેટ, એફ.એસ.એલ. ટીમ સહિતનો કાફલો નવાબંદર દોડી ગયો હતો અને બાળકીના મૃતદેહ કબજા મેળવી હોÂસ્પટલ ખસેડ્યો હતો.