Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સિહોરના બે બુટલેગરોએ મંગાવેલ વિદેશી દારૂની ૩૧૩ પેટી ઝબ્બે

જાળીયાના ડુંગરની ખાણમાં દારૂનું કટીંગ થાય તે પહેલા એલ.સી.બી.એ ખેલ પાડી દીધો ઃ રૂ.૩૧.૧૩ લાખના મુદ્દામાલ સાથે ૫ શખ્સની ધરપકડ

aaspassdaily by aaspassdaily
2023-01-24 14:27:17
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સિહોરના બે બુટલેગરોએ રાજસ્થાન ખાતેથી મંગાવેલ ઈંગ્લીશ દારૂના મસમોટા જથ્થાનું સિહોર તાલુકાના જાળીયા ગામમાં આવેલ ડુંગર ખાણ વિસ્તારમાં કટીંગ થાય તે પહેલા જ એલ.સી.બી.એ દરોડો પાડી વિદેશી દારૂની નાની મોટી સાઇઝની ૩૧૩ પેટી ( બોટલ નંગ ૩૭૬૪ ) આઈશર ટ્રક,અલ્ટો કાર, મોબાઇલ, રોકડ રકમ સહિત રૂ. ૩૧.૧૩ લાખના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોને ઝડપી લીધા હતા.


એલ.સી.બી. પોલીસ કાફલો ગત રાત્રીના સમયે શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વજુભા ગોહિલે એલ.સી.બી. સ્ટાફને ફોન કરીને બાતમી આપી હતી કે, રાજપરા ખોડીયાર મંદિર ખાતે વાહન પાર્કિંગમાં સફેદ કલરની મારુતિ અલ્ટો કારમાં સિહોરના બુટલેગર યોગેશ બાલકૃષ્ણ મહેતા તેનો સાથીદાર સુધીર અશોકભાઈ પંડ્યા સહિતનાએ વિદેશી દારૂનો મસમોટો જથ્થો મંગાવેલો હોય, અને તે જથ્થાનું કટીંગ કરવાના છે.
આ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફે ખોડીયાર મંદિર પહોંચી મંદિરના પાર્કિંગમાં પાર્ક કરેલ મારુતિ અલ્ટો કાર નં. જી.જે.૦૪, સી.જે. ૧૫૪૩ ને કોર્ડન કરી કારમાં બેઠેલા યોગેશ બાલકૃષ્ણ મહેતા અને તેનો સાથીદાર સુધીર અશોકભાઈ પંડ્યા રહે. બંને સિહોર તેમજ રાજેશકુમાર મોરારીલાલ યાદવ અને પવન કુમાર રામકુમાર આહીર રહે. બંને દિલ્હીવાળા મળી આવતા તેઓને કારમાંથી બહાર કાઢી અલગ અલગ ઢબે પૂછપરછ કરતા આ ઈસમોએ રાજસ્થાનથી આઈશર ટ્રક નં. એમ.એચ. ૧૮ બી.જી. ૭૫૩૫ મારફત ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મંગાવેલ હોવાનું અને જાળીયા ગામના ડુંગર વિસ્તારમાં આવેલ ખાણમાં તેનું કટીંગ કરવાનું હોવાનું જણાવ્યું હતું.
આ બાતમીના આધારે આઇસર ટ્રકના ચાલકનો મોબાઈલ નંબર મેળવી તેનો લોકેશન ટ્રેસ કરવામાં આવતા આઈશર ટ્રક જાળીયા ગામના ડુંગર વિસ્તારમાં આવેલ ખાણમાં હોવાનું જણાતા એલ.સી.બી. કાફલાએ તાત્કાલિક જાળીયા ગામ દોડી જઈ ઇંગ્લિશ દારૂ ભરેલી પેટી સાથે ટ્રકના ચાલક ને ઝડપી લીધો હતો.
એલ.સી.બી. મેં ટ્રકની તલાશી લેતા ટ્રકમાં રાખેલ લોખંડના પાઇપની નીચે છુપાવેલ ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડની નાની મોટી સાઇઝની બોટલોની ૩૧૩ પેટી ( બોટલ નંગ ૩૭૬૪ ) મળી આવી હતી.
એલ.સી.બી.એ વિદેશી દારૂની ૩૧૩ પેટી કિં.રૂ.૧૬,૧૩,૩૪૦, આઈશર ટ્રક, મારુતિ અલ્ટો કાર, ૯ મોબાઈલ, ટ્રકમાં રાખેલા નાની-મોટી સાઇઝના લોખંડના પાઇપ, રોકડ રકમ મળી કુલ રૂ.૩૧,૧૩,૭૧૦ ના મુદ્દામાલ સાથે યોગેશ બાલકૃષ્ણ મહેતા, સુધીર અશોકભાઈ પંડ્યા રહે. બંને સિહોર, પવનકુમાર રામકુમાર યાદવ, રાજેશકુમાર મોરારીલાલ યાદવ રહે. બંને દિલ્હી તેમજ ટ્રકના ચાલક સહજાદખાન પ્યારેમિયાની ધરપકડ કરી ઇંગલિશ દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનના નાસીર સહિત ૬ ઇસમો વિરુદ્ધ સીહોર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો.

Tags: 313 peti daruisharjaliyasihor
Previous Post

તળાજામા યોજાનાર ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ

Next Post

‘પઠાન’ને લઇ ગુજરાત પોલીસ એલર્ટ: થિયેટરો-મલ્ટિપ્લેક્સ બહાર ચુસ્ત બંદોબસ્ત

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
પઠાન- શાહરુખની એક ફેન ક્લબે સિનેમાહોલના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની તમામ ટિકિટો બુક કરી

'પઠાન'ને લઇ ગુજરાત પોલીસ એલર્ટ: થિયેટરો-મલ્ટિપ્લેક્સ બહાર ચુસ્ત બંદોબસ્ત

કેલિફોર્નિયા બાદ હવે વોશિંગ્ટનમાં 21 લોકો પર ગોળીબાર, 3ના મોત

કેલિફોર્નિયા બાદ હવે વોશિંગ્ટનમાં 21 લોકો પર ગોળીબાર, 3ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.