અમેરિકી સેનાએ ઉતરી સોમાલિયામાં એક અભિયાનમાં ઈસ્લામીક સ્ટેટ (આઈએસઆઈએસ)માં આતંકવાદી સમૂહના એક વરિષ્ઠ નેતા બિલાલને ઠાર કર્યો હતો. આ અભિયાનમાં આઈએસઆઈએસના 10 આતંકીઓ પણ માર્યા ગયા હતા.
બિલાલ અલ સુદાની પોતાના 10 સાથીઓની સાથે પુર્વ આફ્રિકામાં ગતિવિધિઓને અંજામ આપી રહ્યો હતો ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન તરફથી ઓપરેશન માટે લીલીઝંડી મળતા કાર્યવાહી કરાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા બધા લોકો આઈએસઆઈએસના સભ્યો છે.