ભાવનગરના ઘોઘારોડ, પારુલ સોસાયટી પાછળ આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતા શખ્સના રહેણાંકના મકાનમાં ઘોઘારોડ પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલ કબજે કરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ઘોઘારોડ પોલીસને મળેલી બાતમીના આધારે શહેરના ઘોઘારોડ, પારુલ સોસાયટી પાછળ આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતા જીતુ વાલાભાઇ સોલંકીના રહેણાકી મકાનમાં દરોડો પડી મકાનના નીચેના ભાગે આવેલી ઓરડીમાંથી વિદેશી દારૂની ૨૦ બોટલ કિ.રૂ. ૭૦૦૦ કબજે કરી હતી અને નાસી છૂટેલા જીતુ વાલાભાઇ સોલંકી પ્રોહી,કલમ,૬૫( એ,એ), ૧૧૬ ૧૧૬બી મુજબ ગુન્હો નોંધી ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી હતી.