ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા યુવકની ભાવનગર તળાજા હાઇવે ઉપર આવેલ પાંચપીપળા ગામના પાટીયા પાસેના શિવ પેટ્રોલ પંપ પાછળ આવેલ વાડીમાં રાખેલ રૂપિયા સવા લાખની કિંમતના કન્સ્ટ્રક્શનના સામાનની ચોરી થતા યુવકે અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ટાટા ૪૦૭ વાહન લઈને ચોરી કરવા આવેલા ચાર તસ્કરો પેટ્રોલપમ્પમાં લગાવેલા સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના ગાયત્રીનગર, ઘોઘા જકાતનાકા પાસે રહેતા અને કન્સ્ટ્રક્શન તેમજ પેટ્રોલપમ્પનો વ્યવસાય કરતા હરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ ( ઉં. વ. ૨૯ ) નો પેટ્રોલપંપ ભાવનગર-તળાજા હાઇવે ઉપર આવેલ પાંચપીપળા ગામના પાટીયા પાસે આવેલ હોય, તેમના શિવ પેટ્રોલપંપ પાછળની વાડીમાં તેઓ બાંધકામનો સામાન રાખતા હતા. દરમિયાન ગઈ તા. ૨૨/૧ ના રોજ મોડી રાત્રીના સમયે અજાણ્યા ઇસમો તેમની વાડીમાં રાખેલ સેન્ટીંગ કામની ૫૦ થી ૫૫ જેટલી લોખંડની પ્લેટ કિં. રૂ. ૧.૨૫ લાખ ચાર અજાણ્યા ઇસમો ચોરી કરી રહી ગયા હતા. પેટ્રોલ પંપ પાસે મૂકવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરામાં ટાટા ૪૦૭ વાહન લઇને આવેલા ૪ અજાણ્યા હિસાબો પ્લેટની ચોરી કરતા હોવાનું કેદ થયું હતું.
આ અંગે નરેન્દ્રસિંહ ગોહિલે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા અલંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.