આજે સવારે એટલે કે સોમવારે તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. પ્રાથમિક વિગતો મુજબ આ ભૂકંપ આજે સવારે 4.17 વાગ્યે આવ્યો હતો. મહત્વનું છે કે, આ ઘટનામાં 5 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. આ સાથે 16 ઈમારતો પણ ધરાશાયી થઈ છે. તુર્કીમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. સ્થાનિક સમય અનુસાર સવારે 4.17 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. વિગતો મુજબ તેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી. તુર્કીના ગાઝિયાંટેપ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.





