જંત્રી દરમાં કરાયેલા તોતીંગ વધારા સામે ગ્રાહકોથી માંડીને બિલ્ડર લોબી સુધીના તમામ વર્ગોમાં સોંપો પડી ગયો છે અને આ વધારો હળવો કરવા કે સંપૂર્ણ પાછો ખેંચવા માંગણી ઉઠી છે ત્યારે આજે સવારે ક્રેડાઈના વડપણ હેઠળ બિલ્ડરોનુ એક પ્રતિનિધિમંડળ ભુપેન્દ્ર પટેલને મળ્યુ છે. સવારથી બેઠકોનો ધમધમાટ રહ્યો છે. બિલ્ડરો દ્વારા એકસામટો વધારો કરવાના બદલે તબકકાવાર જંત્રીદર વધારવાનુ સુચન કરવામાં આવ્યુ છે. જંત્રીદર વધારાના કારણે નવા પ્રોજેકટોથી માંડીને વિવિધ સ્તરે પડનારી અસરો અને રીઅલ એસ્ટેટની ગાડી પાટા પરથી ઉતરી જવાની આશંકા દર્શાવી હતી. આજથી નવો દર લાગુ પડયો હોવાથી તાત્કાલીક અસરે તેમા રાહત આપવાની માંગ ઉઠી છે. આ બેઠકના પરિણામ પર રાજયભરના બિલ્ડરો તથા રીઅલ એસ્ટેટ ક્ષેત્રની નજર મંડાયેલી છે.