અમદાવાદ શહેરમાં ફરી એક વખત એસીબીનું ઓપરેશન સફળ રહ્યું છે. અમદાવાદના નરોડામાં એસીબીએ શરૂ કરેલા ઓપરેશનમાં સફળતા સાંપડી છે. નરોડામાં સ્ટેટ GST ઇન્સ્પેક્ટર વતી લાંચ લેનાર વચેટીયાની ઝડપી પાડવામાં આવ્યો છે.
અમદાવાદ નરોડા વિસ્તારમાં સ્ટેટ જીએસટી ઇન્સ્પેક્ટર વતી વચેટીયો રૂપિયા 2,37,000ની લાંચની માંગ કરી હતી. જો કે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વચેટીયાને ઝડપી પાડવામાં એસીબી સફળ થયું છે પરંતુ આ દરમિયાન GST ઇન્સ્પેક્ટર ભાગી છુટવામાં સફળ રહ્યો હતો.