ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં એક મૌલવી સામે કથિત રીતે દાવો કરવા બદલ FIR દાખલ કરવામાં આવી છે કે મહેમૂદ ગઝનીએ સોમનાથ મંદિરનો નષ્ટ કર્યો ન હતો પરંતુ ત્યાં ચાલી રહેલી “અનૈતિક વસ્તુઓ” અટકાવી હતી. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ અંગે ઓલ ઈન્ડિયા ઈમામ યુનિયનના પ્રમુખ મૌલાના સાજીદ રશીદી સામે ફરિયાદ નોંધાવી હતી.
ગીર સોમનાથ જિલ્લાનાપ્રભાસ પાટણ ખાતે આવેલ મંદિરને 11મી સદીથી મુસ્લિમ આક્રમણકારો દ્વારા વારંવાર નષ્ટ કરવામાં આવ્યું હતું. આઝાદી બાદ તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ગયા મહિને કેટલીક ન્યૂઝ ચેનલો દ્વારા પ્રસારિત કરાયેલા એક ઇન્ટરવ્યુમાં, રશીદીએ કથિત રીતે દાવો કર્યો હતો કે ગઝનીના મહમૂદે સોમનાથના પ્રાચીન મંદિરને નષ્ટ કર્યું ન હતું.
સોમનાથ મંદિર વિશે વિવાદિત ટિપ્પણી કરનાર ઓલ ઇન્ડિયા ઈમામ એસોસિયેશનના પ્રમુખ મૌલાના સાજિદ રશીદી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની ફરિયાદ આધારે પ્રભાસ પાટણ પોલીસે મૌલાના સાજિદ રશીદ વિરુદ્ધ IPCની 153 295(ક) 298 અને 505 મુજબ ગુનો નોંધ્યો છે.
મુસ્લિમ ધર્મગુરુ મૌલાના સાજિદ રશીદી પોતાના વિવાદિત નિવેદનોને કારણે કાયમ ચર્ચામાં રહે છે. હવે તેમણે ફરી એકવાર પોતાના નિવેદનથી વિવાદ ઊભો કર્યો છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના સાજિદ રશીદીએ સોમનાથ મંદિર પર હુમલાને યોગ્ય ઠેરવ્યો છે અને કહ્યું હતું કે, સોમનાથ મંદિરમાં મહિલાઓને ગાયબ કરવામાં આવી રહી હતી.