ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે કમિશનરના માર્ગદર્શન તળે આજે શહેરના જમનાકુંડ, પ્રભુદાસતળાવ, શિશુવિહાર અને જાેગીવાડની ટાંકી વિસ્તારમાં ગેરકાયદે ખડકાયેલા ૧૫ જેટલા કેબીન જપ્ત કર્યાં હતાં તો બે બંગલા ધારકે કંપાઉન્ડ હોલ અને ફેન્સીંગ કરીને ૧૫ ફુટ સુધી દબાણ કરતા તેના પર જેસીબી ફેરવી દેવાયું હતું. તંત્રએ રાબેતા મુજબ સવારથી ઓપરેશન હાથ ધર્યું હતું. જાે કે, હજુ બપોરે ઓપરેશન ચાલી રહ્યું છે આથી હજુ કેટલાક જપ્ત થવાની સંભાવના છે.