Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

તાલીમ કોર્સના માધ્યમથી સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની અમુલ્ય તક

શિલ્પકળા ક્ષેત્રે રસ ધરાવતા યુવાનોને સાપ્તી ધ્રાંગધ્રા ખાતે વિવિધ ત્રણ નિવાસી તાલીમ

aaspassdaily by aaspassdaily
2023-02-13 14:02:08
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કમિશ્નર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી-ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)-ધ્રાંગધ્રા દ્વારા પથ્થરકળા/શિલ્પ ઉદ્યોગ ક્ષેત્રે સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની ઇચ્છા ધરાવતા યુવાનો પાસેથી વિવિધ ત્રણ નિવાસી તાલીમ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
શિલ્પકાર તરીકે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે સ્ટોન ક્રાફટ અને ડીઝાઈનનો ૨ વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇન-૬ મહિના તથા લેથ ઓપરેશન અને સ્ટોન પ્રોડક્ટ ડિઝાઇન-૩ મહિના-એમ બે ટૂંકા ગાળાના કોર્ષ પણ સાપ્તી ધાંગધ્રા દ્વારા શરુ કરવામાં આવેલ છે. ૧૬ થી ૨૮ વર્ષની વય ધરાવતા અને ઓછામાં ઓછું ધોરણ ૧૦ પાસ હોય તેવા કોઈ પણ યુવાનો આ વ્યવસાયિક તાલીમમાં જાેડાઈ શકે છે. જાે ૧૮ વર્ષ થયેલ હોય તો ધો. ૮ પાસ ઉમેદવારોને પણ ત્રણ મહિનાના કોર્ષમાં પ્રવેશ આપવામાં આવે છે.
સાપ્તી ધ્રાંગધ્રા ખાતે મુખ્યત્વે સેન્ડસ્ટોન, માર્બલ, ગ્રેનાઈટ ઉપરાંત અન્ય સ્થાનિક પથ્થરોને કંડારવાની કારીગરી અંગે રોજગારલક્ષી તાલીમ આપીને આ ભવ્ય વારસાને આગળ ધપાવવાનું કાર્ય થઇ રહ્યું છે. જેમાં થીયરી, ડ્રોઈંગ, ડિઝાઈનીંગથી લઈને વિધિવત રીતે પથ્થરકળાની શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે. અહી તાલીમાર્થીઓ પારંપરિક પથ્થર કોતરણી, હાથ વડે સંચાલિત પાવર ટુલ્સ, લેથ ટર્નીંગ વગેરેમાં નિપુણતા પ્રાપ્ત કરે છે. સ્ટોન ક્રાફ્ટ અને ડીઝાઈનના ૨ વર્ષ વાળા કોર્ષમાં ઝ્રદ્ગઝ્ર કટ મશીનની પણ તાલીમ આપવામાં આવે છે.
ઉપરાંત તાલીમાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે જીવન ઉપયોગી કૌશલ્યો-કમ્યુનિકેશન સ્કીલ, કોમ્પ્યુટર, વગેરે પણ શીખવવામાં આવે છે. સાપ્તીના વિદ્યાર્થીઓને સ્ટોન આર્ટિઝનશીપ અને ડિઝાઈનમાં વ્યવસાયિક રીતે પ્રશિક્ષિત કરવામાં આવે છે અને ઇન્ટર્નશિપના માધ્યમથી પથ્થર ઉદ્યોગનો પૂરતો એક્સપોઝર આપવામાં આવે છે. તેમજ પ્રશિક્ષિત ઉમેદવારોને સ્વાવલંબી ઉદ્યોગ સાહસિક બનવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. કોર્સ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓને સરકાર માન્ય પ્રમાણપત્ર આપવામાં આવે છે.
સાપ્તી ખાતે આધુનિક સુવિધા સભર વર્ગખંડો, વર્કશોપ્સ, કોતરકામ માટે ખુલ્લી જગ્યા, હોસ્ટેલ, ભોજનાલય-આહારગૃહ, કોન્ફરન્સ રૂમ, કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, ડિસ્પ્લે ગેલેરી, વગેરે માળખાકીય સુવિધાઓ અદ્યતન માપદંડો અનુસાર ઉભી કરવામાં આવી છે. સાથે સાથે રમતગમત, મનોરંજન અને સ્વ-વિકાસની સગવડો કેમ્પસ ખાતે આવેલી છે. ઉપરાંત, ઔદ્યોગિક પ્રવાસ અને અન્ય શૈક્ષણિક પ્રવાસો માટે બસની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાપ્તી ખાતેની તાલીમમાંજાેડાવવા માટેની કોઈપણ નોંધણી ફી નથી અને આ સંપૂર્ણ નિઃશુલ્ક નિવાસી તાલીમ કાર્યક્રમ છે. ઉપરાંત, તાલીમાર્થીઓને સાપ્તી કેન્દ્ર ખાતે રહેવા-જમવાની વ્યવસ્થા, તાલીમ દરમ્યાન જરૂરી સાધનો/ટૂલ્સ, સંપૂર્ણ સલામતી કીટ, સ્ટેશનરી કીટ-શૈક્ષણિક કીટ, યુનિફોર્મ અને અન્ય વિવિધ જરૂરી મટીરીયલ પણ નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવે છે. સાપ્તીમાં સરળ નોંધણી પ્રક્રિયાથી પ્રવેશ મેળવી શકાય છે. ઉમેદવારો સાપ્તી ધ્રાંગધ્રા કેન્દ્રની પ્રત્યક્ષ મુલાકાત લઈ પ્રવેશ ફોર્મ મેળવીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ઇન્સ્ટીટ્યુટનું સરનામું છેઃ હળવદ બાયપાસ, રેલ્વે ક્રોસિંગ નં.૫૦ની બાજુમાં, તા.ધ્રાંગધ્રા, જિ-સુરેન્દ્રનગર. વધુ જાણકારી અને નામ નોંધાવવા માટે સાપ્તી ધ્રાંગધ્રાના પ્લેસમેન્ટ અને પાર્ટનરશીપ ડેવલપમેન્ટ ઓફિસર અશરફ નથવાણી મો.નં. ૮૫૧૧૧૮૯૧૯૯ નો સંપર્ક કરવા સાપ્તી ધ્રાંગધ્રાની એક યાદીમાં જણાવાયું છે.

 

Tags: bhavnagarDhrangdhrashilpkala talim
Previous Post

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઝેરી દવા પી ગયેલ હાથબની યુવતીનું મોત

Next Post

ઘરના આંગણામાં રમતા બાળકને કેફી પદાર્થ પીવરાવી દેતા ગંભીર

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ઘરના આંગણામાં રમતા બાળકને કેફી પદાર્થ પીવરાવી દેતા ગંભીર

ઘરના આંગણામાં રમતા બાળકને કેફી પદાર્થ પીવરાવી દેતા ગંભીર

સિંગતેલમાં ડબ્બે 50 રૂ.નો વધારો

સિંગતેલમાં ડબ્બે 50 રૂ.નો વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.