ગુજરાત એસ.ટી. નિગમ તેની છબીને સુધારી યાત્રિકો માટે વિશેષ ધ્યાન આપી રહ્યું છે જેના ભાગરૂપે કન્ડમ અને ખખડધજ બસો સેવામાંથી દુર કરી પ્રતિદિન નવા વાહનો
આભાર – નિહારીકા રવિયા ઉમેરવામાં આવી રહ્યા છે. ગઇકાલે મુખ્યમંત્રીના હસ્તે ૧૫૦થી વધુ બી.એસ.-૬ મોડલની બસનું લોકાર્પણ થયું જેમાં ભાવનગરના ફાળે ૪૨ બસ આવી છે. જા કે, પ્રથમ તબક્કે ૧૨ બસની ફાળવણી થઇ છે.
ભાવનગર એસ.ટી. ડિવીઝનમાં કુલ ૩૫૦ બસો છે જે પૈકી ઘણાખરા વાહનોના કિલોમીટર પૂર્ણ થઇ ચુક્યા છે છતાં તંત્ર દ્વારા ખખડધજ બસોને દોડાવવામાં આવી રહી છે. શરેરાશ આઠથી દસ લાખ કીલોમીટર ચાલે એટલે વાહનોને સ્ક્રેપ કરવામાં આવતા હોય છે. ભાવનગર ડિવીઝનને નવી ૪૨ બસ મળતા હવે કન્ડમ વાહનો સેવામાંથી દુર થશે તેમ વિભાગીય નિયામક એસ.પી. માત્રોજાએ જણાવ્યું હતું. તેમની પાસેથી ઉપલબ્ધ વિગતો મુજબ હાલ નવી ૧૨ બસ આવી પહોંચી છે જેમાં બે સ્લીપર કોચ અને ૧૦ બસ ટુ બાય ટુ છે. જ્યારે આગામી દિવસોમાં વધુ ૩૦ બસ ક્રમશ આવી પહોંચશે. આ માસના અંત સુધીમાં નવી બસની ડિલીવરી ભાવનગરને મળી જવાની આશા તેમણે વ્યક્ત કરી હતી.