Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મિલ્કતોની નોંધણી માટે સ્ટેમ્પ ડયુટીના દરોમાં ઘટાડો આપવા ગુજરાત સરકારની તૈયારી

કેડાઈ-ગુજરાતના માનવા મુજબ સ્ટેમ્પ ડયુટી તથા રજી. ફી માં 50% ઘટાડો થઈ શકે

aaspassdaily by aaspassdaily
2023-02-16 12:01:52
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ઓચિંતા જ જંત્રીદરમાં 100%નો વધારો કરીને રાજય સરકારે તેની સામે ઉહાપોહ સર્જાતા જંત્રીદર વધારો તા.15 એપ્રિલ સુધી મુલત્વી રાખીને હવે જંત્રીમાં રાજયભરમાં સર્વે કરાવીને પછી જ કરશે અને તેથી તા.15 એપ્રિલ બાદ આ નવી જંત્રી અમલમાં આવે તેવી શકયતા નથી પણ સરકાર આગામી તા.24ના રોજ રજૂ થનારા બજેટમાં મિલ્કતોની નોંધણી માટે સ્ટેમ્પ ડયુટીના દરોમાં ઘટાડો કરે તેવી ધારણા છે.
જંત્રી દર વધારાથી સરકારને ભવિષ્યમાં આવકમાં મોટો વધારો થશે અને તેની સામે સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફીમાં ઘટાડો કરીને થોડી આવક જતી કરે તો પણ એકંદર મહેસુલી આવક વધશે. રીયલ એસ્ટેટ ક્ષેત્રએ લાંબા સમયથી રાજયમાં ઉંચી સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફી ઘટાડાની માંગણી કરી રહ્યું છે. હાલમાં રાજયમાં સ્ટેમ્પ ડયુટી 4.9% અને રજી. ફી 1% છે. જો મિલ્કત ખરીદીમાં મહિલાના નામે દસ્તાવેજ થતો હોય તે તેમાં રજીસ્ટ્રેશન ફીમાં પુર્ણ મુક્તિ મળે છે.
સરકાર જો કે જંત્રીદર વધારા સાથે તાલમેલ મેળવીને આ રજીસ્ટ્રેશન ફીમાં ઘટાડાનો નિર્ણય લેશે. ખાસ કરીને નવા પ્રોજેકટમાં પ્રથમ વેચાણમાં ખરીદનારને સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફી માં રાહત અપાય તે ફોર્મ્યુલા પણ વિચારણામાં છે જેથી નવા બાંધકામમાં બિલ્ડર્સ, ખરીદનાર બન્નેને પ્રોત્સાહન મળશે. ખાસ કરીને એફોર્ડેબલ હાઉસીંગ જેમાં રૂા.25 લાખથી રૂા.75 લાખ સુધીના આવાસનો સમાવેશ થાય છે તેને સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફી ઘટાડાથી રાહત થશે. કેડાઈ-ગુજરાતના માનવા મુજબ સ્ટેમ્પ ડયુટી તથા રજી. ફી માં 50% ઘટાડો થઈ શકે છે.
અગાઉ ગુજરાત સરકારે નિયુક્ત કરેલી હસમુખ અઢીયા કમીટીએ જ સ્ટેમ્પ ડયુટી તથા રજીસ્ટ્રેશન ફી ઘટાડવાની ભલામણ તેના રીપોર્ટમાં કરી હતી. કોવિડ બાદ રાજયના અર્થતંત્રને ફરી વેગવંતુ કરવાના ઉપાયોમાં આ એક ભલામણ પણ હતી. હવે ખુદ હસમુખ અઢીયા મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુક્ત થયા છે તેથી બજેટમાં પણ તેમના અભિપ્રાયોનું વજન હશે. 2022માં ગુજરાતમાં સરકારની સ્ટેમ્પ ડયુટી અને રજી. ફી આવક 22% જેટલી વધી છે અને પ્રોપર્ટી રજી. પણ વર્ષ દરમ્યાન 11% વધીને 2021માં 14,29,607ની સામે 15,97,188 દસ્તાવેજો થયા હતા જયારે સરકારની સ્ટેમ્પડયુટી આવક 2021માં જે રૂા.7337,9 કરોડ હતી તે 2022માં વધીને રૂા.8769 કરોડ રહી હતી.

Tags: gujaratStramu duty charges
Previous Post

વિરમગામના MLA હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ

Next Post

રાજયપાલ રાજકારણમાં દખલ કરી શકે નહી: સુપ્રીમ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
માત્ર શંકાના આધારે આરોપીને દોષિત સાબિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

રાજયપાલ રાજકારણમાં દખલ કરી શકે નહી: સુપ્રીમ

હવન પ્રસંગે હાથીઓના હુમલામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ

હવન પ્રસંગે હાથીઓના હુમલામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.