રાજકોટથી ચાંદી, ઈમિટેશન જવેલરીના વેપારીઓના ૩.૬૪ કરોડથી વધુની કિંમતના ચાંદીના ઘરેણા અને અન્ય માલમત્તા લઈને નીકળેલી રાજકોટના રણછોડનગરના ન્યૂઝ એર સર્વિસ નામની આંગડિયા પેઢીની વેનને સાયલા નજીક લૂંટારુઓએ આંતરીને વેનના ચાલક–કિલનરનું અપહરણ કરી ફિલ્મીઢબે લૂંટ ચલાવ્યાના સમાચારથી સૌરાષ્ટ્ર્રભરની પોલીસમાં હડકપં મચી ગયો છે. ઉચ્ચ અધિકારીઓનો પોલીસ કાફલો વહેલી સવારે સાયલા તરફ દોડી ગયો હતો અને નાકાબંધી કરાવી હાઈ–વે તેમજ તેના કનેકટેડ માર્ગેા પર પોલીસની ટીમોએ દોડધામ આદરી હતી પરંતુ લૂંટારુઓના સગડ મળી શકયા ન હતા. લૂંટના સમાચારના પગલે રાજકોટના વેપારીઓ પણ સાયલા પોલીસ મથકે દોડી ગયા હતા.

બનાવ સંદર્ભની પોલીસના સૂત્રોમાંથી માહિતી મુજબ રાજકોટના રણછોડનગરમાં આવેલી ન્યૂઝ એર સર્વિસ નામની આંગડિયા પેઢીમાં સ્થાનિક વેપારીઓના ચાંદી ઈમિટેશનના પાર્સલો આવ્યા હતા. રોજીંદા ક્રમ મુજબ આંગડિયા પેઢીની બોલેરો પિકઅપ વેન ગઈકાલે રાત્રે ૯–૩૦ વાગ્યા બાદ રાજકોટથી આ માલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચાડવા માટે નીકળી હતી. દરમિયાનમાં ચોટીલાથી સાયલા તરફ જતા માર્ગેા અમદાવાદ હાઈ–વે પર એક કાર આવી ચડી હતી. બોલેરો પિકઅપ વેનની આડે કાર ઉભી રહી ગઈ હતી અને પિકઅપ વેનને આંતરી હતી. અચાનક જ અજાણી કાર ફિલ્મીઢબે આવી ચડતા પિકઅપ વેનનો ચાલક અમિત અને કિલનર ત્રિમૂર્તિ ગભરાઈ ગયા હતા.
કારમાંથી ઉતરેલા શખસોએ આંગડિયાના બન્ને કર્મચારીઓને પોલીસ તરીકે ઓળખ આપી ‘ચાલો બન્નેને પોલીસ મથકે લઈ જવા પડશે’ કહી ધમકાવ્યા હતા. ડરી ગયેલા બન્ને કર્મચારીના લૂંટારુઓ પોતાની કારમાં નાખીને અપહરણ કરી ગયા હતા. બનાવ સ્થળથી અઢારેક કિલોમીટર દૂર લીંબડી નજીક વડોદના પાટિયાથી વઢવાણ તરફ જતાં ગ્રામ્ય માર્ગથી કાર લઈ ગયા હતા. રસ્તામાં બન્નેને આંખે પાટા બાંધી દેવાયા હતા અને હાથ–પગ બાંધી દેવાયા હતા. બન્ને કર્મચારીને મારકૂટ કરી ધમકાવીને એક ખેતરમાં બન્નેને ફેંકી દઈને લૂંટારુઓ કારમાં નાસી ગયા હતા.
અપહરણકાર લૂંટારુઓએ સાથે અન્ય એક કારમાં બીજા ઈસમો પણ હતા. જેઓએ આંગડિયા વેનમાં રહેલો ૩.૬૪ કરોડનો ચાંદી અને ઈમિટેશનનો માલ લૂંટી લીધો હતો. આમ, બબ્બે કારમાં લૂંટારુઓ પ્રિ–પ્લાન સાથે આવ્યા હતા. વહેલી સવારે લૂંટ બાબતે પોલીસને જાણ થતાં રાજકોટથી રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, સુરેન્દ્રનગર એસપી, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ડીવાયએસપી એચ.પી. દોશી, વી.બી. જાડેજા, ચેતન મુંધવા સહિતના અધિકારીઓ, એલસીબી અને એસઓજીની ટીમો, સાયલા પોલીસની ટીમો પણ પહોંચી ગઈ હતી. લૂંટનો ભોગ બનેલા આંગડિયા પેઢીના કર્મચારીની પૂછપરછ હાથ ધરાઈ હતી. તાત્કાલીક ધોરણે સ્ટેટ કન્ટ્રોલરૂમમાં જાણ કરીને રાયભરમાં નાકાબંધી પણ કરાવાઈ હતી. હાઈ–વે પરના સીસીટીવી ફટેજ ચેક કરવામાં આવ્યા હતા.લૂંટ ડિટેકટ થઈ જશે તેવો ઉચ્ચ અધિકારીઓ દ્રારા આશાવાદ સેવાયો છે.





