તળાજાના માર્કેટિંગ યાર્ડમાં બટેટાની ગાડી ભરવાની ના પાડતા ગોરખી ગામમાં રહેતા બે ભાઈઓને બે શખ્સે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તળાજા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ તળાજા તાલુકાના નવી ગોરખી ગામમાં રહેતા ટીણાભાઇ વિનોદભાઈ બારૈયા અને તેમના ભાઈ દિલીપભાઈ તળાજા માર્કેટિંગ યાર્ડમાં ફ્લાવર વેચવા માટે ગયા હતા ત્યારે હમીરભાઈ બટેટા વાળાએ તેમને બટેટાની ગાડી ભરી દેવાનું કહેતા ટીણાભાઈએ ના પાડી હતી.આથી હમીરભાઇ અને તેની સાથેના લાલાભાઇએ ઉશ્કેરાઈ જઈ ટીણાભાઇ અને દિલીપભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે ટીણાભાઇ બારૈયાએ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.