કંસારાનાળા સજીવિકરણ જે પૂર્વ મંત્રી અને પૂર્વના પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેના હસ્તક એમના પ્રયત્નોથી શરુ થયેલો, જે પ્રોજેક્ટનું 85% કામ છેલ્લી વિધાનસભાના ઇલેક્શન પર થયેલ હતું. કંસરનાળા પ્રોજેક્ટની પૂર્ણતા અને યોગ્ય કામ ઝડપથી પૂર્ણ થાય બીજા કોઈ વધારાના કામો પણ હાથ પર લેવાય તે માટેની બેઠક હાલના ધારાસભ્ય સેજલબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને થઈ જેમાં આગ્રહ પૂર્વક પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન એમના દ્વારા હાથ ધરેલ કામમાં એમના માર્ગદર્શન મળે માટે ઉપસ્થિત રખાયા હતા. શહેર પ્રમુખ રજીવભાઈ પંડ્યા, સ્ટે. ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, કમિશ્નર ઉપાધ્યાય, ડે.કમિશ્નર, સિટી એન્જીન્યર, વિવિધ વિભાગના વડા ઉપસ્થિતિમાં કામ કરતી એજન્સી અને પ્રોજેક્ટ કન્સલ્ટનટ એજન્સી સાથે ચર્ચાઓ કરી આ પ્રોજેક્ટ હાલ જે જગ્યાઓ કબ્જો આપવાનો છે એ ફાળવાય જાય તો આ કંસારા સજીવિકરણ પ્રોજેક્ટ એપ્રિલ મહિના સુધીમાં પૂર્ણ કરશે તેવી ખાતરી આપેલ.
ફર્સ્ટ ફેઇઝનું કામમાં બંને તરફ ડ્રેનેજ કેનાલ કેનાલ પર ફેંસિંગ ઉપરાંત રિટરનિંગ વોલ, લાઈટિંગ ચેકડેમ, જમીનમાં પાણી ઉતારવાના રિચારજીંગ બોર વિગેરે હશે. જ્યારે બીજા ફેઇજની પણ સરકાર તરફથી મંજૂર થયેલ આશરે 40 કરોડની રકમમાંથી પણ આ પ્રોજેક્ટને વધુ સુવિધાયુક્ત બનાવવા જેમ કે બન્ને તરફ સિંગલ ટ્રેક રોડ, જગ્યા મળે ત્યાં ગાર્ડન, એપ્રોચ રોડ, ટ્રાફિક વગર લોકો ને રામમંત્ર બ્રિજ થી તિલકનગર બ્રિજ સુધી જઈ શકાય તેવી લાઈટ વાહનો જઈ શકે તેવી વ્યવસ્થા પણ આયોજન કરેલ છે.
પ્રોજેક્ટમાં આનંદનગરને આવરી લેવા વિચારણા
આ પ્રોજેક્ટને બીજા ફેઈજમાં એક્સટેન્ડ કરી વધારી તિલકનગર સુધી છે ત્યાંથી આનંદનગર સુધી લઈ જવા પણ વિચારણા કરાઇ છે, અધિકારીઓ એજન્સી બધાનો સકારાત્મક અભિગમ રહ્યો તો શક્ય બનશે. તેમ જણાવ્યું હતું.