શહેરની મધ્યમાં વોરા બજાર ખાતે બીજા નંબરના અતિપ્રાચીન જિનાલય અને જૈનો તથા અનેક જૈનેતરોના આસ્થાના કેન્દ્રબિંદુ એવા ગોડીજી જીનાલયની ૧૯૨મી સાલગીરી ફાગણ સુદ બીજ, આવતીકાલ તારીખ ૨૧ ને મંગળવારના રોજ ઉત્સાહભેર ઉજવવામાં આવશે.
આ પ્રસંગે સવારે ૬ઃ૦૦ કલાકે પ્રભાતિયા, સ્નાત્ર, અભિષેક, સતરભેદી પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત લાભાર્થી પરિવાર સુશીલાબેન મોહનલાલ પરિવાર દ્વારા ગોડીજી પાશ્વનાથ દાદાની શિખરે ધજા આરોહણ સવારે ૯-૩૬ કલાકે કરાશે. જ્યારે કમળાબેન લવજીભાઈ સંઘવી પરિવાર દ્વારા બપોરે ૧૧ થી ૨ દરમિયાન સોસાયટી સંઘ સ્વામી વાત્સલ્ય તેમજ સાથે ૭ઃ૩૦ કલાકે સમુહ આરતી અને ભાવિકભાઈ શાહ દ્વારા સાંજે ભક્તિ આરાધના રાત્રે ૮ કલાકથી કરાશે આ પ્રસંગે સમગ્ર જીનાલયને ૧૯૨૧ દીવાઓથી સુશોભિત કરવામાં આવશે. તથા દરેક પ્રભુજીને નયન રમ્યા આંગી તથા વિવિધ ફ્લોટ્સથી સુશોભિત કરાશે આ પ્રસંગે સકળ સંઘને સંઘસેષ તારીખ ૨૧ અને ૨૨ ના રોજ મોટા દેરાસરથી આપવામાં આવશે.