દ્વારકામાં આવેલ અને ગૂગળી બ્રાહ્મણોની સંસ્થા દ્વારા સંચાલિત માતા શ્રી રૂક્ષ્મણીની સેવા પૂજા તેમના જ્ઞાતિજનો દ્વારા કરવામાં આવે છે તેની આવક સંસ્થાને થાય તે માટે દર ત્રણ વર્ષ માટેનો જાહેર ઈજારો આપવામાં આવે છે.
જે મુજબ ગઇકાલે ઈજારો આપવા માટે બોલી બોલવામાં આવી હતી જેમાં કુલ ૫ અલગ અલગ વ્યક્તિઓએ બોલી બોલવામાં ભાગ લીધો હતો. આ બોલી જાહેરમાં બોલવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૦૬ થી આ ઈજારો સંભાળતા બેટ દ્વારકાના શ્રી અરુણભાઈ મગનલાલ દવે દ્વારા સૌથી વધારે રૂપિયા બાર કરોડ પાંચ લાખ પાંચસો પાંચ રૂપિયા ઉંચી બોલી બોલતા આગામી ત્રણ વર્ષ માટેનો ઇજારો તેમને આપવામાં આવ્યાનું જાણવા મળે છે.
ત્રણ વર્ષ પહેલાં આ ઇજારો રૂપિયા ૬ કરોડમાં અપાયો હતો. એટલે આ વખતે અગાઉની રકમ એટલે કે ૬ કરોડથી બોલી શરૂ કરવામાં આવી હતી. ઇજારનો આ વહીવટ સંપૂર્ણ વ્હાઇટ મનીમાં કરતો હોય છે. એટલે આ વખતનો ઇજારો સાંભળનાર વ્યક્તિએ રોજના ૧.૧૦ લાખ રૂપિયા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટમાં આપવાના રહશે તેમ જાણવા મળી રહ્યું છે.