મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભાની કુલ ૧૧૮ બેઠકો આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી મતદાન માટે વહેલી સવારથી જ મતદારોમા ઉત્સાહ જાવા મળ્યો હતો. અને સવારે પ્રથમ ત્રણ કલાકમાં મેઘાલયમાં ૨૬.૭ અને નાગાલેન્ડમાં ૩૬.૬૮ ટકા મતદાન નોંધાયું હતું. મોટાભાગના મતદાન મથકો પર મતદારોની લાંબી કંતારો જાવા મળી હતી.
પૂર્વોત્તરના બે રાજ્યો મેઘાલય અને નાગાલેન્ડમાં લોકશાહીના ભવ્ય ઉત્સવ માટે મંચ તૈયાર કરવામાં આવ્યો છે. બંને રાજ્યોમાં સોમવારે (૨૭ ફેબ્રુઆરી) સવારથી મતદાન ચાલી રહ્યું છે. બંને રાજ્યોમાં કુલ ૧૧૮ વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મેઘાલયમાં ૫૯ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. નાગાલેન્ડમાં પણ એટલી જ બેઠકો માટે મતદાન થશે. ત્રિપુરાની સાથે બંને રાજ્યોની મતગણતરી ૨ માર્ચે થશે.આ વખતે મેઘાલયમાં તમામ પક્ષો એકલા જ મેદાનમાં છે. ૨૦૧૮થી વિપરીત, આ વખતે ભાજપ અને નેશનલ પીપલ્સ પાર્ટી (દ્ગઁઁ)એ ચૂંટણી પૂર્વે કોઈ જોડાણ કર્યું નથી. મેઘાલયના ભૂતપૂર્વ પ્રધાન અને યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (ેંડ્ઢઁ)ના ઉમેદવાર એચડીઆર લિંગદોહના મૃત્યુને કારણે સોહિયોંગ બેઠક પર મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું. તેથી જ ૬૦માંથી ૫૯ બેઠકો પર મતદાન થશે.
મેઘાલયમાં ભાજપ અને કોંગ્રેસે તમામ સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. દ્ગઁઁ ૫૭ સીટો પર ચૂંટણી લડી રહી છે. તૃણમૂલ કોંગ્રેસે રાજ્યની ૫૮ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.
નાગાલેન્ડમાં ૬૦માંથી ૫૯ બેઠકો પર મતદાન થવાનું છે. રાજ્યની અકુલુટો વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાજેતો કિમિની બિનહરીફ જીત્યા છે. નાગાલેન્ડમાં સત્તારૂઢ નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (દ્ગડ્ઢઁઁ) અને બીજેપીનું ગઠબંધન નાગા પીપલ્સ ફ્રન્ટ સાથે ચૂંટણી લડી રહ્યું છે.
નાગાલેન્ડમાં એનડીપીપીએ ૪૦ સીટો માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે ભાજપ ૨૦ સીટો માટે મેદાનમાં છે. કોંગ્રેસ ૨૩ અને દ્ગઁહ્લ ૨૨ સીટો પર ચૂંટણી લડી રહી છે.