Gold Price Today, 27 February 2023: જો તમે પણ સોનાના દાગીના (Gold Price) ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે એક સારા સમાચાર છે. આજે સોનાનો ભાવ 55 હજાર રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના ભાવમાં આજે રેકોર્ડ ઉંચી સપાટીથી 3500 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ચાંદીની કિંમત (Silver Price) 63 હજાર 800 રૂપિયાની નજીક જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે ગત સપ્તાહમાં પણ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આવો જાણીએ આજે 10 ગ્રામ સોનાની કિંમત શું થઈ ગઈ છે.
3500 રૂપિયા સસ્તું થયું સોનું
મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાના ભાવ ઘટી રહ્યા છે. આજે એમસીએક્સ પર સોનાની કિંમત 0.16 ટકાના ઘટાડા સાથે 55,342 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહી છે. 2 ફેબ્રુઆરી 2023ના રોજ સોનાની કિંમત તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરે હતી. આ દિવસે સોનાની કિંમત 58,882 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગઈ હતી. તો આ હિસાબે સોનાના ભાવમાં 3500 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ચાંદી પણ થઈ સસ્તી
એમસીએક્સ (MCX) પર આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. આજે ચાંદીની કિંમત 1.10 ટકાના ઘટાડા સાથે 63821 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર કારોબાર કરી રહી છે. આજે ચાંદીના ભાવમાં 2 હજાર 250 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગોલ્ડ ખરીદતા પહેલા ધ્યાન રાખો
જો તમે પણ બજારમાં સોનું ખરીદવા જઈ રહ્યા છો તો હોલમાર્ક જોઈને જ સોનું ખરીદો. સોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. ‘BIS કેર એપ’ દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.
તમારા શહેરનો ભાવ ચેક કરો
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ, તમે ફક્ત 8955664433 પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.