મિલેનીયમ સુપરસ્ટાર બીગ બી હૈદ્રાબાદ ખાતે ફિલ્મના શુટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયા છે. ખુદ અમિતાભે પોતાના બ્લોગમાં આ અંગે માહિતી આપી હતી. રિકવર થતા એક અઠવાડિયું થશે તેમ પણ તેમણે જણાવ્યું છે.
હૈદ્રાબાદ ખાતે ચાલી રહેલ પ્રોજેક્ટ કે ફિલ્મના શુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઘાયલ થયા હતાં. મશલ્સ ફાટી જતા તેઓ શુટિંગ છોડી મુંબઇ પરત ફર્યાં હતાં. બીગ બીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યા મુજબ ડોક્ટરની સલાહ મુજબ તેઓ હાલ આરામમાં છે, કોઇ ચિંતાનો વિષય નથી અને એક અઠવાડિયાના આરામ પછી તેઓ ફરી શુટિંગમાં જાેડાઇ જશે.