Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

દુનિયાના સૌથી મોટા શિયા અને સુન્ની દેશોએ મિલાવ્યા હાથ

બેઈજિંગમાં સાઉદી અરેબિયા અને ઈરાનની ૭ વર્ષ જૂની દુશ્મનીનો આવ્યો અંત

aaspassdaily by aaspassdaily
2023-03-11 11:00:33
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઈરાન અને સાઉદી અરેબિયા બે મહિનાની અંદર સંબંધોને ફરીથી સ્થાપિત કરવા અને દૂતાવાસોને ફરીથી ખોલવા પર સંમત થયા છે. ઈરાન અને સાઉદીના સરકારી મીડિયામાં આ જાણકારી આપવામાં આવી રહી છે. ચીનની રાજધાની બેઈજિંગમાં થયેલી વાતચીત બાદ શુક્રવારે આ સમજૂતી થઈ. આ સંબંધ લગભગ 7 વર્ષ પછી ફરી જોડાવા જઈ રહ્યો છે.
વર્ષ 2016માં શિયા ધર્મગુરુ નિમ્ર અલ-નિમ્રને સાઉદી અરેબિયામાં ફાંસી અપાયા બાદ બંને દેશોના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. ઈરાની પ્રદર્શનકારીઓએ સાઉદી રાજદ્વારી મિશનો પર હુમલા કર્યા બાદ સાઉદી અરેબિયાએ ઈરાન સાથે સંબંધો તોડી નાખ્યા હતા. ઈરાનની ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, ‘વાતચીતના પરિણામસ્વરૂપ ઈરાન અને સાઉદી અરેબિયા બે મહિનાની અંદર રાજદ્વારી સંબંધોને ફરીથી શરૂ કરવા અને દૂતાવાસોને ફરીથી ખોલવા પર સંમત થયા છે.’ ઈરાનના સરકારી મીડિયાએ ચીનમાં થયેલી બેઠકની તસવીરો અને વિડીયો પણ પોસ્ટ કર્યા છે. તેમાં સાઉદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુસાદ બિન મોહમ્મદ અલ-એબન અને ચીનના સૌથી સીનિયર રાજદ્વારી વાંગ યીની સાથે ઈરાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી શામખાની જોવા મળી રહ્યા છે.
ઈરાનની સરકારી ટીવી ચેનલે કહ્યું કે, ‘બંને દેશોના વિદેશ મંત્રી રાજદૂતોના આદાન-પ્રદાનની તૈયારીઓ માટે મળશે.’ ઈરાની મીડિયાની એક વિડીયો ક્લિપમાં વાંગને બંને દેશોની ‘સમજદારી’ પર અભિનંદન આપતા સાંભળી શકાય છે. તેમણે જણાવ્યું કે, ‘બંને પક્ષોએ પ્રામાણિકતા દર્શાવી છે. ચીન આ સમજૂતીનું સંપૂર્ણ સમર્થન કરે છે.’ સાઉદી પ્રેસ એજન્સી તરફથી પ્રકાશિત ઈરાન અને સાઉદી અરેબિયાના સંયુક્ત નિવેદનમાં કહેવાયું કે, બંને દેશ સંપ્રભુતાનું સન્માન કરવા અને એકબીજાની આંતરિક બાબતોથી દૂર રહેવા પર સંમત થયા છે.
શિયા બહુમતી ધરાવતા ઈરાન અને સુન્ની મુસ્લિમ દેશ સાઉદી અરેબિયા પશ્ચિ એશિયાના ઘણા સંઘર્ષ ક્ષેત્રોમાં અલગ-અલગ પક્ષોનું સમર્થન કરે છે. તેમાં યમન પણ સામેલ છે, જ્યાં ઈરાન હૂતી વિદ્રોહીઓનું સમર્થન કરે છે, તો સાઉદી એક સૈન્ય ગંઠબંધનનું નેતૃત્વ કરી રહ્યું છે, જે સરકારને સમર્થન કરે છે. બંને દેશોના પાડોશી ઈરાક એપ્રિલ 2021થી ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ઘણા તબક્કાની વાતચીતની યજમાની કરી ચૂક્યું છે. તેમાં બંને પક્ષોના સુરક્ષા અને ગુપ્તચર અધિકારી સામેલ થતા હતા.

Previous Post

સહરસા-અમૃતસર ગરીબ રથ ટ્રેન ગંદકીના સંદર્ભમાં પ્રથમ ક્રમે

Next Post

સતીષ કૌશિકનું મોત સામાન્ય નહીં, શંકાસ્પદ!

aaspassdaily

aaspassdaily

Related News

ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત, અમેરિકન સંસદના બંને ગૃહોમાં ‘વન બિગ બ્યુટીફૂલ બિલ’ પસાર
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત, અમેરિકન સંસદના બંને ગૃહોમાં ‘વન બિગ બ્યુટીફૂલ બિલ’ પસાર

July 4, 2025
કેપ્ટન શુભમન ગિલઃ બ્રિટિશરોની ધરતી પર એશિયાનો શહેનશાહ
આંતરરાષ્ટ્રીય

કેપ્ટન શુભમન ગિલઃ બ્રિટિશરોની ધરતી પર એશિયાનો શહેનશાહ

July 4, 2025
પીએમ મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં કહ્યું ભારતીય સમુદાયની યાત્રા સાહસપૂર્ણ
આંતરરાષ્ટ્રીય

પીએમ મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં કહ્યું ભારતીય સમુદાયની યાત્રા સાહસપૂર્ણ

July 4, 2025
Next Post
સતીષ કૌશિકનું મોત સામાન્ય નહીં, શંકાસ્પદ!

સતીષ કૌશિકનું મોત સામાન્ય નહીં, શંકાસ્પદ!

IPL 2023 અગાઉ દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીએ પાકિસ્તાનમાં ફટકારી આક્રમક સદી

IPL 2023 અગાઉ દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીએ પાકિસ્તાનમાં ફટકારી આક્રમક સદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.