Saturday, April 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત સહિતના દેશો વધુ એક મહિના સુધી રશિયા પાસેથી ઓઈલ અને પેટ્રોલિયમ ખરીદી શકાશે

અમેરિકાએ પહેલા પ્રતિબંધ મુક્યા બાદ હવે એક મહિના માટે છૂટ આપી

dharmendravaghela by dharmendravaghela
2026-04-18 11:45:45
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વૈશ્વિક ઓઇલ બજારમાં વધતા ભાવ અને ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાએ રશિયન ઓઇલની

ખરીદી પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં ફરી એકવાર કામચલાઉ છૂટ આપી દીધી છે. નોંધનીય છે કે

માત્ર બે દિવસ પહેલા જ અમેરિકાના ટ્રેઝરી વિભાગે આ છૂટ લંબાવવાની ના પાડી દીધી હતી, પરંતુ

બદલાતા સંજોગોમાં અમેરિકાએ પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે.
અમેરિકાના ટ્રેઝરી વિભાગના નવા નોટિફિકેશન મુજબ, હવે દેશો 16 મે, 2026 સુધી રશિયન ઓઇલ

અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી કરી શકશે. અગાઉ આ છૂટ 11 એપ્રિલે પૂરી થઈ ગઈ હતી. આ

નવા નિર્ણયથી સમુદ્રમાં લોડ થયેલા રશિયન ઓઇલના જથ્થા પર એક મહિના સુધી કોઈ અમેરિકાના

પ્રતિબંધ લાગુ થશે નહીં.આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલો તણાવ છે. દુનિયાના

20% ઓઇલ અને ગેસનો પુરવઠો આ રૂટ પરથી પસાર થાય છે. ઈરાન સાથેના સંઘર્ષને કારણે આ

સપ્લાય લાઈન પર જોખમ ઉભું થતા ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા હતા. અમેરિકામાં મોંઘવારી ન

વધે અને બજારમાં ઓઇલનો પુરવઠો જળવાઈ રહે તે હેતુથી ટ્રમ્પ પ્રશાસને રશિયા પ્રત્યે નરમાઈ

બતાવી છે. રશિયાના મતે, આ છૂટથી દરરોજ લગભગ 100 મિલિયન બેરલ ઓઇલ બજારમાં આવશે, જે

વૈશ્વિક જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ થશે.
અમેરિકાના આ એલાનની સાથે જ ઓઇલ બજારમાં રાહત જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 9% ઘટીને

90 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગઈ છે. જોકે, અમેરિકાના આ પગલાથી યુરોપિયન યુનિયન

સહિતના સાથી દેશોમાં નારાજગી જોવા મળી શકે છે. યુરોપિયન નેતાઓનું માનવું છે કે રશિયા પર આ

સમયે ઢીલ આપવાથી યુક્રેન યુદ્ધ વિરુદ્ધની પશ્ચિમી દેશોની વ્યૂહરચના નબળી પડી શકે છે.

પ્રતિબંધોને અવગણી ભારત રશિયા પાસેથી ખરીદી શરૂ જ રાખશે

ભારતે અમેરિકાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે, રશિયા પાસેથી તેલની ખરીદી 140 કરોડ લોકોની

ભલાઈ માટે કરવામાં આવી રહી છે. વૈશ્વિક બજાર અને સ્થિતિઓને ધ્યાને રાખતા રશિયા પાસેથી તેલની

ખરીદી કરવામાં આવે છે અને આવતી પણ રહેશે. અમેરિકાની સુપ્રીમ કોર્ટ પણ ટેરિફ મામલે ટ્રમ્પને

ફટકાર લગાવી ચૂકી છે, એટલે અમેરિકાની ધમકીઓ પર ભારત પણ ખાસ ધ્યાન આપતું નથી. રશિયા

સાથે આ વેપાર ચાલુ રહેશે, અમેરિકાને કોઈ સમસ્યા હોય તો તેને જાતે તેનો ઉકેલ શોધી લે તેવી

સલાહ પણ આપવામાં આવી છે.

Tags: indiarussian crideUSA
Previous Post

તમિલનાડુમાં પ્રવાસી વાન ઊંડી ખીણમાં ખાબકતા ૯ પ્રવાસીઓના કરુણ મોત

Next Post

નેપાળના પૂર્વ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતનામંત્રી અને રાજાની સંપત્તિની તપાસ થશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post

નેપાળના પૂર્વ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતનામંત્રી અને રાજાની સંપત્તિની તપાસ થશે

ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.