Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

તિજોરી છલકાઈ / પેટ્રોલ-ડીઝલ અને અન્ય પેટ્રો પ્રોડક્ટ પર ટેક્સ લગાવી સરકારે 9 મહિનામાં 5.45 લાખ કરોડ કરી, સતત વધી રહી છે આવક

aaspassdaily by aaspassdaily
2023-03-14 17:51:45
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ હંમેશાથી સરકાર માટે ટેક્સ કમાવવાનું સૌથી મોટું સાધન છે. ભલે તે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર. નાણાકિય વર્ષ હજી પૂરો નથી થયો, પરંતુ આ નાણાકિય વર્ષના ફક્ત 9 મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પેટ્રોલિયમ પ્રોડક્સ પર ટેક્સ દ્વારા 5.45 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમાથી 3.08 લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારના ખજાનામાં અને 2.37 લાખ કરોડ રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાં જમા થયા છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસના રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ સોમવારે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. તેલીએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ ક્ષેત્રના આ યોગદાનમાં બેઝિક એક્સાઈઝ ડ્યૂટી, સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી, રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ, એગ્રીકલ્ચર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ સેસ અને પેટ્રોલિયમ ઉત્પાદકો પર અન્ય સેસ તથા સરચાર્જ સામેલ છે.

દર વર્ષે કમાણીના આંકડા વધ્યા

દર વર્ષે પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી સરકારની કમાણી વધી રહી છે. મંત્રીએ આ વર્ષના આંકડા સિવાય છેલ્લા પાંચ વર્ષના આંકડા પણ આપ્યા છે. ગત નાણાકિય વર્ષે ઓઈલ-ગેસ સેક્ટર દ્વારા સરકારના ખજાનામાં 7.74 લાખ કરોડ રૂપિયા આવ્યા હતા. નાણાકિય વર્ષ 2020-21માં આ આંકડો 6.72 લાખ કરોડ અને 2019-20માં 5.55 લાખ કરોડ રૂપિયા હતો.

કર પછી ભાવ ડબલ થઈ જાય છે

પેટ્રોલ-ડીઝલની મૂળ કિંમત અત્યારે 57.16 રૂપિયા છે, તેના પર કેન્દ્ર સરકાર 19.90 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે. તેના પછી રાજ્ય સરકાર તેના પર પોતાના હિસાબે વેટ અને સેસ વસૂલે છે, તેના પછી તેનો ભાવ મૂળ કિંમતથી લગભગ ડબલ થઈ જાય છે.

પેટ્રોલ-ડીઝલનો આજનો ભાવ

દેશમાં તેલના ભાવ છેલ્લા 9 મહિનાથી લગભગ સ્થિર છે. જોકે, જુલાઈમાં મહારાષ્ટ્રમાં પેટ્રોલ પાંચ અને ડીઝલ ત્રણ રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું હતું, પરંતુ બાકી રાજ્યોમાં ભાવ સ્થિર છે.

સામાન્ય નાગરિકોને કોઈ રાહત નથી

એક તરફ ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને 80 ડોલર પ્રતિ લીટર થઈ ગયા હોવા છતાં મોંઘા પેટ્રોલ અને ડીઝલથી કોઈ રાહત સામાન્ય નાગરિકને નથી મળી. પરંતુ આ ઉત્પાદનો કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે કમાણીનું સૌથી મોટું માધ્યમ છે. દેશમાં પેટ્રોલની સરેરાશ કિંમત 97 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલ 90 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની કિંમતો આંતરરાષ્ટ્રીય કિંમતો સાથે જોડાયેલી છે. 26 જૂન 2010થી પેટ્રોલ અને 19 ઓક્ટોબર 2015થી ડીઝલના ભાવ નક્કી કરવાનો અધિકાર સરકારી તેલ કંપનીઓને આપવામાં આવ્યો છે.

Previous Post

Samsung Galaxy A54 5G આ દિવસે ભારતમાં થશે લોન્ચ, OnePlus 11R સાથે કરશે ટક્કર

Next Post

સોનેરી તક / ઘરે બેઠા રૂપિયા કમાવવાની આ છે 3 શાનદાર રીત, ખિસ્સા નહીં થાય ખાલી

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
સોનેરી તક / ઘરે બેઠા રૂપિયા કમાવવાની આ છે 3 શાનદાર રીત, ખિસ્સા નહીં થાય ખાલી

સોનેરી તક / ઘરે બેઠા રૂપિયા કમાવવાની આ છે 3 શાનદાર રીત, ખિસ્સા નહીં થાય ખાલી

હ્રદય અને ઈમ્યુનિટી માટે વરદાન છે આ 5 ફૂડ, ડાયટમાં સામેલ કરો અને પછી જુઓ કમાલ

હ્રદય અને ઈમ્યુનિટી માટે વરદાન છે આ 5 ફૂડ, ડાયટમાં સામેલ કરો અને પછી જુઓ કમાલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.