આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસ દિવસે ને દિવસે વધુ ઝડપી બની રહી છે. તાજેતરમાં, ChatGPT સાથે Bing લૉન્ચ કરીને, માઇક્રોસોફ્ટે વર્ષોથી Googleના શાસનને પડકાર્યો હતો. એવું લાગતું હતું કે હવે રમત માઈક્રોસોફ્ટના હાથમાં હશે, પરંતુ ગૂગલ આટલી આસાનીથી પોતાનો તાજ છોડવા ક્યાં તૈયાર છે.
ગૂગલે તેની વિવિધ વર્કસ્પેસ એપ્સ સાથે AI ફીચર્સ ઉમેર્યા છે. એટલે કે, યુઝર્સને ગૂગલ ડોક્સ, જીમેલ, શીટ્સ અને સ્લાઈડ્સ જેવી એપ્સમાં AI ઓપરેટેડ ફીચર્સ મળશે. ગૂગલે એક બ્લોગ લખીને આ માહિતી આપી છે. અગાઉ, ગૂગલે બાર્ડ રજૂ કર્યું હતું, જે એઆઈ ચેટબોટ છે.
ગૂગલે નવું અપડેટ બહાર પાડ્યું
કંપનીએ જણાવ્યું કે લગભગ 25 વર્ષથી ગૂગલ લોકોની મદદ માટે પ્રોડક્ટ્સ તૈયાર કરી રહ્યું છે. ગૂગલે સર્ચથી લઈને મેપ સુધીની સર્વિસ શરૂ કરી છે. તાજેતરમાં AIએ તમામ સેક્ટર્સમાં નવી સ્પિડ લાવી છે.
કંપનીએ બ્લોગમાં જણાવ્યું કે AI પહેલાથી જ અમારા પ્રોડક્ટ સ્યુટમાં લોકોને ઘણી રીતે મદદ કરી રહ્યું છે. સ્માર્ટ કંપોઝર હોય કે સ્માર્ટ રિપ્લાય, ડૉક્સ માટે સારાંશ આપવાનું હોય કે મીટિંગ પ્રોફેશનલ બનાવવાનું હોય, AI યુઝર્સને મદદ કરે છે.
બ્લોગમાં, ગૂગલે જણાવ્યું હતું કે, ‘અમે વર્કસ્પેસ યુઝર્સ માટે AIનો પાવર ઉમેરી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તેઓ અગાઉ ક્યારેય અનુભવાયા ન હોય તેવા અનુભવમાં બનાવી શકશે, કનેક્ટ કરી શકશે અને સહયોગ કરી શકશે.’ શરૂઆતમાં Google Google ડૉક્સ અને Gmailમાં AI આધારિત ફિચર્સ એડ કરવામાં આવી રહ્યાં છે.
જોકે, આ ફીચર હજુ સુધી તમામ યુઝર્સ માટે ઉમેરવામાં આવ્યું નથી. તેના બદલે, કંપની આગામી દિવસોમાં તેને સિલેક્ટેડ ટેસ્ટિંગ માટે લાઇવ કરવામાં આવશે. શરૂઆતમાં આ ફીચર્સ અંગ્રેજી ભાષા અને અમેરિકન યુઝર્સ માટે ઉપલબ્ધ હશે. કંપની અન્ય યુઝર્સ માટે આ ફિચર્સ પ્રોવાઇડ કરતા પહેલા તેમાં સુધારો કરશે.
ફિચર્સ કેવી રીતે કામ કરશે?
ધારો કે તમે Gmail અથવા Google ડૉક્સનો ઉપયોગ કરી રહ્યાં છો. જો તમારે કોઈ વિષય પર લખવું હોય, તો યુઝર્સે તે વિષય પર લખવું પડશે. આ પછી તેઓ ડ્રાફ્ટ જોવાનું શરૂ કરશે. કંપનીના જણાવ્યા અનુસાર, યુઝર્સ આ મેસેજને પોતાની જાતે એડિટ કરી શકશે. તેનાથી યુઝરનું કામ આસાન બનશે.
નવી AI ફિચરની રજૂઆત પછી, વર્કપ્લેસના યુઝર્સ માટે Gmailમાં ડ્રાફ્ટ, જવાબ, સારાંશ અને પ્રાયોરિટી આપવાનું આસાન બનશે. ડૉક્સમાં, યુઝર્સને ડોક્યુમેન્ટ્સ પ્રૂફરીડ, રાઇટ અને રિ રાઇટની નવી સુવિધાઓ મળશે. કોઈપણ ઇમેજ માટે ક્રિએટિવ સાઇટ જોવા મળશે. આ સિવાય પણ યુઝર્સને ઘણા નવા ફીચર્સ મળશે.