Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડમી કૌભાંડ : યુવરાજસિંહ મોટા મગરમચ્છો-મંત્રીઓના નામ સાથે કરશે ખુલાસો!

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આજે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થશે.

aaspassdaily by aaspassdaily
2023-04-21 13:05:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

ડમી કૌભાંડનો મામલો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર થશે. ભાવનગર પોલીસ દ્વારા CRPC 160 મુજબ સમન્સ પાઠવવામાં આવ્યું છે. અગાઉ 19 તારીખના રોજ હાજર રહેવા પાઠવવામાં સમન્સ આવ્યું હતું. જોકે, યુવરાજ સિંહની પત્ની દ્વારા ટ્વીટ કરી 10 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. તબિયત નાદુરસ્ત હોઈ તે પ્રકારનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું. જ્યારે 19 તારીખના રોજ ભાવનગર પોલીસ દ્વારા વધુ એક સમન્સ પાઠવવામાં આવ્યું હતું. 21 તારીખના રોજ બપોરે 12 કલાકે હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
આજે ભાવનગર પોલીસ સમક્ષ યુવરાજ સિંહ પોતાનો પક્ષ રજૂ કરે છે કે કેમ તે જોવું રહ્યું. બે દિવસ પૂર્વે આઇજી ગૌતમ પરમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં આઇજી ગૌતમ પરમારે કહ્યું હતું કે, બિપીન ત્રિવેદી દ્વારા હકીકત જણાવવામાં આવી છે. તેના આધારે પોલીસે તપાસ કરી કેટલાક પુરાવાઓ એકત્રિત કર્યા છે. જે સંદર્ભે યુવરાજસિંહને પોતાનો પક્ષ રજૂ કરવા બોલાવવામાં આવ્યા હતા. જોકે, તેઓ હાજર રહ્યા નથી.
આ મામલે ગઇકાલે યુવરાજસિંહે જણાવ્યું હતું કે, તે કાલે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થશે અને તેમના તમામ જવાબ આપશે. આવતીકાલે ડમી ઉમેદવાર કાંડમાં મોટા મગરમચ્છો, મંત્રીઓના નામ સાથે ખુલાસો કરીશ. નેતાઓની રહેમનજર હેઠળ જ આ કૌભાંડ ચાલે છે અને ક્યાંકને ક્યાંક કટકીઓ પહોંચે છે. મારી પાસે આ વાત સાબિત કરવાના તમામ પુરાવા છે. ડિનરની બાબતો, ઓફરની બાબતો વગેરેના ખુલાસો કરીશ. એક આરોપી તરીકે મારે જવાબ લખાવવાનો હોય તો, હું જે નામ આપું તે મંત્રીઓ-નેતાઓના નિવેદન લેવા જ જોઈએ. આ ઉપરાંત તેમણે માહિતી છુપાવવાની વાત નકારી કાઢી હતી. તેમણે વધુમાં ઉમેર્યું છે કે, આ કૌભાંડ વર્ષ 2004થી ચાલે છે. માત્ર 36 આરોપી જ નથી.

 

14 પૈકી 8 આરોપીઓ સરકારી કર્મચારી

ડમી કૌભાંડનો મામલે SITની ટીમ દ્વારા કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 14 પૈકી મોટાભાગના આરોપીઓ સરકારી કર્મી હોવાનું સામે આવ્યું છે. 14 પૈકી 8 આરોપીઓ સરકારી કર્મચારી હોવાનું સામે આવ્યું છે. જેમાં શરદ પનોત, પ્રદીપ બારૈયા, પ્રકાશકુમાર ઉર્ફે પીકે દવે, સંજય પંડ્યા, વિરમદેવ સિંહ ગોહિલ, વિપુલકુમાર અગ્રાવત, ભાર્ગવ બારૈયા, રમેશભાઈ બારૈયાનો સમાવેશ થાય છે.

Previous Post

કચ્છમાં પ્રેમ લગ્નમાં યુવકની માતાને જીવતી સળગાવાઈ

Next Post

દુનિયાના સૌથી મોટા રૉકેટ સ્પેસ એક્સસ્પેસશિપમાં લોન્ચિંગ બાદ બ્લાસ્ટ

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
દુનિયાના સૌથી મોટા રૉકેટ સ્પેસ એક્સસ્પેસશિપમાં લોન્ચિંગ બાદ બ્લાસ્ટ

દુનિયાના સૌથી મોટા રૉકેટ સ્પેસ એક્સસ્પેસશિપમાં લોન્ચિંગ બાદ બ્લાસ્ટ

કાળઝાળ ગરમી: તાપમાન 44.5 ડીગ્રી

કાળઝાળ ગરમી: તાપમાન 44.5 ડીગ્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.