FEMA Violations: ઈન્ડિયન મલ્ટીનેશનલ એજ્યુકેશનલ ટેક્નોલોજી કંપની BYJU’S ના CEO રવીન્દ્રન બાયજુ (Raveendran Byju) ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઈડી (ED) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શનિવારે એજ્યુકેશન ટેક્નોલોજી ક્ષેત્રની મોટી કંપની Byju’s ના CEO રવિન્દ્રને બેંગલુરુમાં બાયજુની ઓફિસ અને રહેણાંક જગ્યા પર દરોડા પાડ્યા હતા અને ત્યાંથી ‘વાંધાજનક’ દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કર્યા હતા. ED તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ ત્રણ જગ્યાઓ (બે બિઝનેસ અને એક રહેણાંક) પર દરોડા પાડવામાં આવ્યા હતા.
બાયજુ રવીન્દ્રન અને તેમની કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડી (ED) એ જણાવ્યું હતું કે, તેણે વિવિધ આપત્તિજનક દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કર્યા છે. EDએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો પાસેથી મળેલી વિવિધ ફરિયાદોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે, રવીન્દ્રન બાયજુને “કેટલાક” સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ “ટાળતા રહ્યા અને ક્યારેય ED સમક્ષ હાજર થયા ન હતા”.
સર્ચ ઓપરેશનમાં જાણવા મળ્યું હતું કે, રવિન્દ્રન બાયજુની કંપની ‘થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ’ને 2011 થી 2023 દરમિયાન સીધા વિદેશી રોકાણ (FDI) હેઠળ લગભગ 28,000 કરોડ રૂપિયા મળ્યા હતા. એજન્સીએ જણાવ્યું છે કે, કંપનીએ પણ આ સમયગાળા દરમિયાન પ્રત્યક્ષ વિદેશી રોકાણના નામે વિભિન્ન વિદેશી અધિકારીઓને અંદાજે 9 હજાર 754 કરોડ રૂપિયા મોકલ્યા હતા.
BYJU’S ની સ્પષ્ટતા
BYJU’S એ ઈડી (ED) ના આ દરોડા પર એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે અધિકારીઓ સાથે સંપૂર્ણ રીતે પારદર્શક રહ્યા છીએ અને તેમના દ્વારા માંગવામાં આવેલી તમામ માહિતી પૂરી પાડી છે. અમારી પાસે અમારી પ્રામાણિકતા સિવાય બીજું કંઈ નથી. અમે અનુપાલન અને નૈતિકતાના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે પ્રતિબદ્ધ છીએ.






