Tuesday, April 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઑસ્ટ્રેલિયાના સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ

ગેટ પર ખાલિસ્તાની ધ્વજ લગાવ્યો, પોલીસની તપાસ શરૂ

aaspassdaily by aaspassdaily
2023-05-05 11:58:31
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ખાલિસ્તાન સમર્થકોએ પશ્ચિમ સિડનીના રોઝહિલના સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરી છે. શુક્રવારે સવારે મંદિરના મેનેજમેન્ટને તોડફોડની જાણ કરવામાં આવી હતી. સવારે જ્યારે પૂજારી મંદિર પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે મંદિરની સામેની દીવાલને તોડી નાખવામાં આવી હતી અને ગેટ પર ખાલિસ્તાની ધ્વજ લટકાવવામાં આવ્યો હતો.
આ ઘટના ઓસ્ટ્રેલિયામાં લગભગ બે મહિનાની ખાલિસ્તાન ગતિવિધિઓના શાંત થયા બાદ બની છે. શુક્રવારે સવારે મંદિર પહોંચેલા સેજલ પટેલ (હેરિસ પાર્ક નિવાસી)એ જણાવ્યું કે, ‘આજે સવારે જ્યારે હું દર્શન કરવા માટે આવી ત્યારે મેં સામેની દિવાલ તૂટેલી જોઈ.’ તેમણે કહ્યું કે, તોડફોડની ઘટના જોયા બાદ મેં મંદિર મેનેજમેન્ટને જાણ કરી. ત્યારબાદ NSW પોલીસને જાણ કરી.
મંદિરના મેનેજમેન્ટે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, સમાચાર મળ્યા બાદ NSW પોલીસના અધિકારીઓ મંદિર પહોંચ્યા અને તપાસમાં લાગી ગયા. આ મામલે તપાસ કરવા મંદિર મેનેજમેન્ટ દ્વારા પોલીસને સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં મેલબોર્નમાં ત્રણ મંદિરો અને બ્રિસબેનમાં બે મંદિરોને ખાલિસ્તાન સમર્થકોએ નિશાન બનાવ્યા હતા. અત્રે ઉલ્લેખીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 મેના રોજ QUAD સમિટ માટે સિડની જવાના છે. જ્યારે અલ્બેનીઝ ભારતની મુલાકાતે હતા ત્યારે પીએમ મોદીએ હિન્દુ મંદિર પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે ભારતના વડાપ્રધાન મોદીને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા મંદિરો વિરુદ્ધ કોઈપણ કાર્યવાહીને સહન કરશે નહીં.

Previous Post

યાત્રાધામ ચોટીલામાં રોપ-વે સામેની અરજી ફગાવતી ગુજરાત હાઇકોર્ટ

Next Post

ઉદ્યોગપતિઓ ગુજરાતનાં અને સત્તાધીશો પણ, મુંબઈને બનાવવા માંગે છે ગુલામ- સંજય રાઉત

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ સાધારણ રહેવાની હવામાન વિભાગની આગાહી

April 14, 2026
તાજા સમાચાર

નકલી મેરેજ સર્ટિફિકેટનું દૂષણ અટકાવવા હવે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી બને તેવી શક્યતા

April 14, 2026
તાજા સમાચાર

ડૉ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ અર્પી શ્રધ્ધાંજલી

April 14, 2026
Next Post
ઉદ્યોગપતિઓ ગુજરાતનાં અને સત્તાધીશો પણ, મુંબઈને બનાવવા માંગે છે ગુલામ- સંજય રાઉત

ઉદ્યોગપતિઓ ગુજરાતનાં અને સત્તાધીશો પણ, મુંબઈને બનાવવા માંગે છે ગુલામ- સંજય રાઉત

વધુ એક ફ્લાઈટ ભારતીયોને લઇ મુંબઇ પહોંચી

વધુ એક ફ્લાઈટ ભારતીયોને લઇ મુંબઇ પહોંચી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.