17 મેને હોમોફોબિયા, ટ્રાન્સફોબિયા અને બિફોબિયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે આ રોગો પ્રત્યે ધ્યાન દોરીને લોકોને સવાચેત રહેવા અને જાગૃત રહેવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં વર્તમાનમાં હાઈ બી.પી.ના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. પહેલા આ રોગ વૃદ્ધ લોકોમાં વધુ જોવા મળતો હતો, પરંતુ આજના સમયમાં નાની ઉંમરમાં પણ લોકો આ રોગના શિકાર થઈ રહ્યા છે.
માહિતી મુજબ, નવસારીમાં નાની વયના દર્દીઓમાં પણ હાઈ બી.પી.ની ફરિયાદ સામે આવી રહી છે. ત્યારે નવસારીના જાણીતા તબીબે જણાવ્યું છે કે, હાઈ બી.પી.ના રોગ પાછળ અનેક કારણો છે, પરંતુ સૌથી મોટું અને મહત્ત્વનું કારણ માનસિક તણાવ છે. વર્તમાનમાં લોકોની જે લાઇફ સ્ટાઇલ છે તેમાં હાઈપર ટેન્શનનું પ્રમાણ વધ્યું છે. ઉપરાંત, ખાણીપીણીમાં પણ ફેરફાર થયો છે, જેના કારણે શરીરમાં તેની વિપરીત અસર જોવા મળે છે. એક ડેટા પ્રમાણે હાલ નવસારીમાં 40 વર્ષથી વધુ વયના 15 ટકા લોકોમાં હાઈ બી.પી.ની ફરિયાદ જોવા મળે છે.
પહેલા વૃદ્ધ અવસ્થામાં લોકોને હાઈ બી.પી.ની ફરિયાદ થતી હતી. હાઈ બી.પી.ને વૃદ્ધોની બીમારી કહેવામાં આવતી હતી. પરંતુ, હવે તો 30-40 વર્ષની ઉંમરના લોકોમાં પણ હાઈ બી.પીની બીમારી જોવા મળે છે. આ રોગ વારસાગત પણ હોઈ શકે છે. અગાઉના 25 વર્ષ કરતા વધુ ઉંમરના તેના દર્દીઓ હવે નવસારીમાં પણ વધ્યા છે. આ રોગથી બચવા માટે નિયમિત યોગ અને કસરત કરવી, સારું ખાનપાન અને ચિંતામુક્ત જીવન જ એક માત્ર ઉપાય છે.






