Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

2000ની નોટમાં સોનું ખરીદવું હોય તો ભાવ 70 હજાર!

પેટ્રોલપંપ, સોની બજારમાં, ઠંડાપીણા, આઈસ્ક્રીમની દુકાને રૂ. 2 હજારની નોટ લોકોએ વટાવી હતી. કયાંક તેનો સ્વીકાર તો કોઈએ સ્વીકારવાની ના પાડી

aaspassdaily by aaspassdaily
2023-05-20 10:45:12
in Uncategorized
Share on FacebookShare on Twitter

ભારતીય રિઝર્વ બેંકે એક પરિપત્ર બહાર પાડી સ્પષ્ટ કર્યું છે કે, 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાશે.આરબીઆઈના આ નિર્ણય બાદ બુલિયન માર્કેટમાં 2016માં આવેલી નોટબંધી જેવી અફરાતફરી શરૂ થઈ ગઈ હતી. સોનાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. સોનામાં પ્રતિ 10 ગ્રામ રૂ.5 હજારથી 10 હજાર સુધીનું પ્રીમિયમ બોલાવા લાગ્યું છે. રૂ.2 હજારની નોટમાં સોનું ખરીદવું હોય તો રૂ.70 હજારનો ભાવ થઈ ચૂક્યો છે સાથે જ ચાંદીમાં પણ પ્રીમિયમ બોલાવવા લાગ્યું અને પ્રતિ કિલોગ્રામ 80 હજારનો ભાવ થઈ ગયો છે.
શુક્રવારે પણ રૂ. 2 હજારની નોટ લઈને લોકો બજારમાં નિકળ્યા હતા.આજે દુકાને,બેંકમાં રૂ. 2 હજારની નોટ લઈને ટ્રાન્ઝેકશન થશે તેવુ અનુમાન છે. જો કે 2000ની નોટ બંધ થવાને હજુ સમય છે. પરંતુ લોકોમાં નોટબધીની જેમ ભય ફેલાઈ ગયો હતો એટલે જાહેરાત થતાની સાથે જ લોકો બજારમાં નીકળી ગયા હતા.
આરબીઆઈ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે સામાન્ય લોકોએ આ અંગે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આરબીઆઈએ ક્લીન નોટ પોલિસી અંતર્ગત આ નિર્ણય લીધો છે તેમજ આ નોટો 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકાશે. RBIએ 2016ની નોટબંધી બાદ જારી કરાયેલ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જો કે હાલ બજારમાં હાલની 2000ની નોટો ચલણમાં રહેશે. સૌથી મોટી વાત એ છે કે તમે બેંકમાં જાઓ તેમજ ધીરજથી નોટ જમા કરાવો લાઈનો ન લગાવો, કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપો.
આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે રૂપિયાનું મૂલ્ય નાબૂદ કરવામાં આવ્યું નથી. તમારા ખિસ્સામાં રહેલી 2000 રૂપિયાની નોટ હજુ પણ 2000 રૂપિયાની જ છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર દ્વારા સહી કરાયેલ વાક્ય ‘હું ધારકને રૂ. 2000 ચૂકવવાનું વચન આપું છું’. હજુ પણ માન્ય રહેશે.
ગઈકાલની જાહેરાત બાદ ફરી એક વખત નાના વેપારીઓ તથા લઘુ ઉદ્યોગો અને મધ્યમવર્ગને ફટકો પડશે. જો કે અગાઉની નોટબંધી જેવી અફડાતફડી સર્જાશે નહી. એસએમઈ ચેમ્બર્સ ઓફ કોમર્સના રાષ્ટ્રીય પ્રમુખ ચંદ્રકાંત આલુંબોએ કહ્યું કે, ઉદ્યોગો અને ખાસ કરીને નાના ઉદ્યોગો માટે પરેશાનીનો કોઈ અંત જ નથી. કોરોનાની સ્થિતિમાંથી માંડ બહાર આવી રહ્યા હતા તે સમયે યુક્રેન યુદ્ધ ફુગાવો નડી ગયો અને હવે આ નોટબંધી, નાના ઉદ્યોગો પાસે રૂા.2000ની ચલણી નોટોનો વ્યવહાર હોય છે તેને હવે આ નોટો બદલવાની ચિંતા કરવી પડશે.

Previous Post

ચીને G20 બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કરી કાશ્મીરને ગણાવ્યો ‘વિવાદિત વિસ્તાર’ ફરી એકવાર ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપનો કર્યો પ્રયાસ: આવતા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G20ની બેઠકમાં ભાગ નહિ લે

Next Post

Multibagger Stocks: ટાટા ગ્રૂપના આ સ્ટોકમાં મળ્યું અદ્ભુત રિટર્ન, હવે વેચવાનો વારો આવ્યો, નિષ્ણાતોએ આપ્યા તીવ્ર ઘટાડાના સંકેત

aaspassdaily

aaspassdaily

Related News

મોરબી- હળવદ હાઇવે પર અકસ્માતમાં પાંચના મોત કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ, બે ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવાની ઉતાવળ કાળ સાબિત થઈ
Uncategorized

મોરબી- હળવદ હાઇવે પર અકસ્માતમાં પાંચના મોત કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ, બે ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવાની ઉતાવળ કાળ સાબિત થઈ

June 6, 2026
ગ્રીનસીટીના દેવેનભાઈએ ગંગટોકમાં પરિવારને સાથે રાખી વૃક્ષારોપણ કર્યું
Uncategorized

ગ્રીનસીટીના દેવેનભાઈએ ગંગટોકમાં પરિવારને સાથે રાખી વૃક્ષારોપણ કર્યું

June 6, 2026
Uncategorized

મહુવાના મોડીરાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ મહિલા સહીત 8 ઝડપાયા ભાવનગર એલસીબીનો દરોડો,70 હજારની રોકડ અને 6 મોબાઈલ મળી 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

June 5, 2026
Next Post
Multibagger Stocks: ટાટા ગ્રૂપના આ સ્ટોકમાં મળ્યું અદ્ભુત રિટર્ન, હવે વેચવાનો વારો આવ્યો, નિષ્ણાતોએ આપ્યા તીવ્ર ઘટાડાના સંકેત

Multibagger Stocks: ટાટા ગ્રૂપના આ સ્ટોકમાં મળ્યું અદ્ભુત રિટર્ન, હવે વેચવાનો વારો આવ્યો, નિષ્ણાતોએ આપ્યા તીવ્ર ઘટાડાના સંકેત

પ્લેઓફમાં કેવી રીતે પહોંચશે રાજસ્થાન રોયલ્સ, 5 ટીમો ત્રણ સ્થાન માટે પાંચ ટીમો વચ્ચે સ્પર્ધા, જાણો સંપૂર્ણ સમીકરણ

પ્લેઓફમાં કેવી રીતે પહોંચશે રાજસ્થાન રોયલ્સ, 5 ટીમો ત્રણ સ્થાન માટે પાંચ ટીમો વચ્ચે સ્પર્ધા, જાણો સંપૂર્ણ સમીકરણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.