દેશમાં વધતા જતા ડીજીટલ પેમેન્ટ વ્યવહારોમાં યુદ્ધ સમયે કે સાયબર એટેક અથવા કોઈ કુદરતી આફત સમયે સમગ્ર સિસ્ટમ ખોરવાઈ જાય તેવી સ્થિતિ માટે એક વૈકલ્પિક પેમેન્ટ સીસ્ટમ તૈયાર કરવા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ નિર્ણય લીધો છે. આરબીઆઈએ તેના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે કે નહી પેમેન્ટ વ્યવસ્થા હાલની તમામ ડિજીટલ અને અન્ય પેમેન્ટ વ્યવસ્થાથી સંપૂર્ણ અલગ જ હશે અને તે કટોકટીના સમયમાં ઉપયોગમાં લઈ શકાશે.
હાલની આરટીજીએસની નીફટ તથા યુપીઆઈ સીસ્ટમની માંગ જ રહેશે. રિઝર્વ બેન્કે તેના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું કે આ નવી લાઈટવેઈટ અને પોર્ટેબલ અને હાલની તમામ સીસ્ટમ મોટા વોલ્યુમમાં પણ સક્ષમ છે. પરંતુ કુદરતી આફત, યુદ્ધ કે સાયબર એટેક સહિતની સ્થિતિમાં જો આ સીસ્ટમ ભાંગી પડે તો વ્યવસ્થા ખોરવાય નહી તેની આ નવી વૈકલ્પિક સીસ્ટમ અપનાવાશે અને તે ઓછામાં ઓછા હાર્ડવેર-સોફટવેર મારફત ચાલશે.





