ભાવનગર જિલ્લાના વલભીપુર હાઈવે પર પાટણા ગામ નજીક બોલેરો કાર પલટી જતા કારમાં સવાર પૈકી બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા જ્યારે 15 થી વધુ લોકોને નાની-મોટીજાઓ તથા હોસ્પિટલ ખસેડાયા હતા બનાવ બનતા સ્થાનિક લોકો મદદ માટે દોડી ગયા હતા.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ બોટાદના સુંદરિયાણા ગામે રહેતા પરિવારજનો બોલેરો વાહન લઇ નિકળ્યા હતા. અને વલભીપુર હાઇવે પર પાટણા ગામ નજીક બોલેરો કાર પલ્ટી ખાઇ જતા કારમા સવાર તમામ લોકો દબાઇ જતા મોટા ભાગના લોકોને નાની મોટી ઇજા થઈ હતી જ્યારે બે લોકોના ગંભીર ઇજા થઇ હોય ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત બનતા સ્થાનિક ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી કરી હતી તથા ઇજાગ્રસ્તોને વલ્ભીપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ૧૦૮ મારફત ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો છે. વધુ વિગતની રાહ જોવાઇ છે.
તસવીરો:મથુર ચૌહાણ





