Saturday, August 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ગાંધીધામની આંગડિયા પેઢીમાં થયેલી 1.05 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો

6 આરોપીઓની ધરપકડ: લૂંટ કરનાર ટોળકી 2022થી રેકી કરી લૂંટની ફીરાકમાં હતી

aaspassdaily by aaspassdaily
2023-06-03 11:34:22
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગાંધીધામના ભરચક વિસ્તારમાંથી પી.એમ.આંગણીયામાં થયેલી 1.05 કરોડની લૂંટનો ભેદ ઉકેલાઇ ગયો છે. પુર્વ કચ્છ પોલિસે 6 શખ્સોને લૂંટના મુદ્દામાલ સહિત 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. તપાસમાં અન્ય 6 વ્યક્તિના નામ પણ ખુલ્યા છે. જેને શોધવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે. લૂંટ કરનાર ટોળકી 2022 થી રેકી કરી લૂંટને અંજામ આપવાની ફીરાકમાં હતી. CCTV અને પોલીસની કુનેહભરી કામગીરી સતત બીજી આંગડિયા લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી લીધો છે.
આરોપીઓની ધરપકડ બાદ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યા છે. 2022થી આરોપીઓએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો જેના માટે તેમણે રેકી પણ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં વધુ 4 લોકોના નામ પણ સામે આવ્યા છે જેમને શોઘખોળ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આંગડિયા પેઢીમાં લૂંટ કરનારા 6 આરોપીઓની ધરપકડ બાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે.
આ લૂંટની ઘટનાને પગલે દોડધામમાં મુકાયેલી પોલીસની 10 વિવિધ ટીમોએ CCTV સહિત તપાસ કરતા લૂંટ સમયે આરોપીએ પહેરેલ હેલમેટ હાઇવે નજીકથી એક કંપની પાસેથી મળી આવ્યા હતા. જેને પગેરૂ દબાવતા લૂંટ કેસનો માસ્ટર માઇન્ડ એવો પડાણા સીમમાં રહેતો ઉજ્વલ પાલ મળી આવ્યો હતો જેની પુછપરછ કરતા યોગેન્દ્ર ઉર્ફે યોગી, ગુડેશસિંગ ઉર્ફે બીપીન, શિવમ યાદવ એમ ત્રણ આરોપીઓ રાજ્ય બહાર નાસી ગયા હતા જેથી અલગ-અલગ ટીમો મોકલી ઉપરોક્ત આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.યોગેન્દ્ર ઉર્ફે યોગીને બેગ્લોરૂ (કર્ણાટક) તથા મુડેશિંગ ઉર્ફે બીપીનને લખનઉ (ઉતરપ્રદેશ) તથા આરોપી હનીફ સોઢા જે તેના પરિવાર સાથે અજમે૨ જતો રહ્યો હતો.
આરોપીઓને પકડવા ટીમ રાજસ્થાન ખાતે રવાના કરી તેને અમીરગઢ ચેક પોસ્ટ ખાતેથી વોચ રાખી વાહન ચેકિંગ દરમિયાન ધરપકડ કરવામાં આવી જ્યારે વિપુલ બગડા, હનીફ લુહાર સ્થાનિક હોય જેઓને અન્ય ટીમો દ્વારા હસ્તગત કરી તેઓની પાસેથી લૂંટના કરોડા રૂપિયા તથા ગુન્હા કામે ઉપયોગ કરેલ હથિયારો તથા વાહનો કબજે કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

Previous Post

ઓડિશામાં ભયાનક ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 233, 900 થી વધુ ઘાયલ

Next Post

ટ્રેનમાં બેઠેલા મુસાફરે વર્ણવી કહાણી

aaspassdaily

aaspassdaily

Related News

વર્ગ 1 અને 2 ના અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ
પ્રાદેશિક

ગુજરાતમાં 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ, 26 સિનિયર સિવિલ જજની બદલી

August 7, 2026
એકજ દિવસમાં સુરતમાં 13 અને 15 વર્ષના વિદ્યાર્થીના આપઘાત
તાજા સમાચાર

એકજ દિવસમાં સુરતમાં 13 અને 15 વર્ષના વિદ્યાર્થીના આપઘાત

August 5, 2026
શૈક્ષણિક સ્વાયત્તતા મળતા જ ગુજરાત યુનિ. દ્વારા યુગાન્ડામાં પ્રથમ ઓફ કેમ્પસ શરૂ કરવાની તૈયારી
તાજા સમાચાર

શૈક્ષણિક સ્વાયત્તતા મળતા જ ગુજરાત યુનિ. દ્વારા યુગાન્ડામાં પ્રથમ ઓફ કેમ્પસ શરૂ કરવાની તૈયારી

August 5, 2026
Next Post
ટ્રેનમાં બેઠેલા મુસાફરે વર્ણવી કહાણી

ટ્રેનમાં બેઠેલા મુસાફરે વર્ણવી કહાણી

ભાવનગરમાં વીજળીનાં કડકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ અનકે વિસ્તારમાં પાણી ભરાયા:  હોર્ડિંગ્સ બોર્ડ ધરાશયી

ભાવનગરમાં વીજળીનાં કડકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ અનકે વિસ્તારમાં પાણી ભરાયા: હોર્ડિંગ્સ બોર્ડ ધરાશયી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.