અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થયું છે, જેના પગલે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 900 કિ.મી. દૂર હોવાનું સામે આવી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાત 12 કલાકમાં વધુ તીવ્ર બની શકે છે. વાવાઝોડાની સંભવિત અસર ગુજરાતના દરિયાકાંઠે 11થી 13 જૂન દરમિયાન વર્તાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 50થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના યથાવત છે.





