કેનેડામાં ડિંગુચા ગામના પટેલ પરિવારના 4 સભ્યોના મોત મામલે કેનેડા પોલીસની ટીમે ગુજરાત ધામા નાખ્યા છે. કેનેડા પોલીસીની ટીમે ગુજરાતમાં તપાસ શરૂ કરી છે. કેનેડા પોલીસની ટીમ સ્થાનિક પોલીસની સાથે મળીને અમદાવાદ અને અન્ય શહેરોમાં તપાસ કરી રહી છે.
1 વર્ષ અગાઉ અમેરિકા-કેનેડા બોર્ડર પર ઘૂસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન મોતને ભેટેલા પટેલ પરિવારની ઘટના બહાર આવ્યા બાદ કલોલ નજીકના ડીંગુચા ગામનું નામ આખીય દુનિયામાં ચર્ચામાં આવી ગયું હતુ. આ તરફ અગાઉ ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ SMCએ બોબી પટેલની ઓફિસ અને નિવાસ સ્થાને તપાસ કરી હતી. આ દરમિયાન SMCએ મહત્વના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા.
અગાઉ ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદમાં વધુ બે ઈસમ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની ધરપકડ કરાઈ હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા બંને ઈસમ ભાવેશ પટેલ અને યોગેશ પટેલ 10 વર્ષથી એજન્ટ હોવાનું સામે આવ્યું હતું. આ સાથે આ ઇસમોએ વીનીપેગ ખાતે એજન્ટોએ પરિવારને છોડી દીધા હતા. આ સાથે તપાસમાં સામે આવ્યું હતું કે, 11 લોકોને અત્યાર સુધીમાં કેનેડા-અમેરિકા મોકલ્યા હતા.






