Friday, June 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

પાંચ રાજયોની ધારાસભા સાથે જ લોકસભા ચૂંટણી યોજાવાની ભાજપની તૈયારી!

છેલ્લા એક સપ્તાહથી ભાજપ મોવડીમંડળની બેઠકોનો દૌર તથા દેશભરમાં પક્ષના એકમોમાં શરૂ થયેલા ધમધમાટથી સંકેત

aaspassdaily by aaspassdaily
2023-06-10 10:45:50
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં લોકસભા ચૂંટણી વહેલી યોજાવાની અટકળોને વેગ મળ્યો છે. એક તરફ ભારતીય જનતાપક્ષના મોવડીમંડળે બેઠકોનો દૌર સર્જીને તમામ રાજયોમાં તેમના એકમોને ચૂંટણી માટેના એકશનમાં મુકી દીધા છે તો બીજી તરફ ચુંટણીપંચે ઈલેકટ્રોનીક વોટીંગ મશીન તથા વીવીપીએટી મશીનની ઉપલબ્ધતા સહિતની કામગીરી શરુ કરી છે અને તેમાં તમામ જીલ્લા ચૂંટણી અધિકારીઓને પ્રાથમીક રીતે તેમના વિસ્તારમાં ઈવીએમ અને વીવીપીએટીની જોડીની મોકડ્રાઈલ કરવા આદેશ આપ્યો છે.
એક અહેવાલ મુજબ કેરાલાના વાયનાડમાં ચુંટણીપંચે આ પ્રકારની કવાયત શરુ કરી હોવાથી રાહુલ ગાંધીના પુર્વ મતવિસ્તારમાં પેટાચૂંટણી યોજાઈ તેવી શકયતા દર્શાવાઈ હતી. પરંતુ ચુંટણીપંચના એક અધિકારીએ જણાવ્યું કે ફકત વાયનાડ જ નહી પરંતુ દેશભરમાં આ પ્રકારની કવાયતનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને તબકકાવાર તમામ મતવિસ્તારોને આવરી લેવાશે. આ અધિકારીએ જણાવ્યું કે, ચુંટણીપંચ તેની કામગીરીના ભાગરૂપે આ પ્રક્રિયા શરુ કરી છે. જો કે તેને વ્હેલી ચુંટણી યોજાવા અંગેની અટકળો પર કોઈ ટીપ્પણી કરી ન હતી.
બીજી તરફ ભારતીય જનતાપક્ષ પણ જે રીતે એકશનમાં આવી ગયો છે તે જોતા આ વર્ષના અંતે પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીની સાથે લોકસભા ચુંટણી યોજાઈ તેવી શકયતા સામે આવી છે. બે દિવસ પહેલા જ ભાજપના વરિષ્ઠ નેતાઓની એક બેઠક બે સેશનમાં 10 કલાકથી વધુ સમયમાં ચાલી હતી અને તેમાં દરેક રાજયોની ચુંટણી તૈયારીઓ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. તો આ સપ્તાહના અંતે ભાજપ શાસનના તમામ રાજયોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ અથવા તો ભાજપ જયાં વિપક્ષમાં છે ત્યાં વિધાનસભામાં પક્ષના નેતાની એક બેઠક દિલ્હીમાં બોલાવી છે અને તેમાં ભાજપનું ટોચનું નેતૃત્વ હાજર રહેશે તેમ મનાય છે. ભાજપના સૂત્રોએ કહ્યું કે હાલ કંઈ કહી શકાય નહી પરંતુ પરીસ્થિતિની સમીક્ષા કર્યા બાદ પક્ષ આવો કોઈ નિર્ણય લઈ શકે છે.

Previous Post

અમરનાથ યાત્રાના રૂટ પર ટેન્ટ સિટી, વાઈફાઈ હોટસ્પોટ અને યોગ્ય લાઈટીંગની પણ વ્યવસ્થા

Next Post

શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા સુકાની

aaspassdaily

aaspassdaily

Related News

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે
તાજા સમાચાર

વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા NEET પરીક્ષાના પેપરો પહોંચાડવામાં આવશે

June 9, 2026
Next Post
શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા સુકાની

શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા સુકાની

અમરનાથ યાત્રા દરમિયાન ડીપ ફ્રાઈડ અને ફાસ્ટ ફૂડ આઈટમ્સ, જલેબી અને હલવો,પુરીઓ અને છોલે ભટુરે પર પ્રતિબંધ

અમરનાથ યાત્રા દરમિયાન ડીપ ફ્રાઈડ અને ફાસ્ટ ફૂડ આઈટમ્સ, જલેબી અને હલવો,પુરીઓ અને છોલે ભટુરે પર પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.