Employee Pension Scheme 2023: જો તમે નોકરી કરતા હોવ તો તમારા માટે સારા દિવસો આવવાના છે. કારણ કે બહુ જલ્દી EPFO તેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, નિયમોમાં ફેરફાર થતાં જ કર્મચારીઓનું પેન્શન બમણું થઈ જશે. જો કે, આ મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલાની સુનાવણી આ મહિને જ થવાની છે. મર્યાદાનો નિર્ણય આવતા જ કર્મચારીઓની બેઝિક સેલરીમાં વધારો થશે. તેના પછી પેન્શનની રકમ આપોઆપ વધી જશે. મર્યાદા દૂર થતાં જ દેશના કરોડો કર્મચારીઓને ફાયદો થશે.
કેવી રીતે દૂર થશે EPS લિમિટ ?
હકીકતમાં, અત્યાર સુધી મહત્તમ પેન્શનપાત્ર પગારની મર્યાદા દર મહિને 15 હજાર રૂપિયા સુધી મર્યાદિત છે. એટલે કે તમારો પગાર ભલે 1 લાખ રૂપિયા હોય. પરંતુ પેન્શન કોન્ટ્રીબ્યૂશન માત્ર 15000 રૂપિયા જ થાય છે. આ મર્યાદા દૂર કરવાનો મામલો લગભગ બે વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ છે. આ મામલે અનેક સુનાવણી પણ થઈ ચૂકી છે. કહેવામાં આવી રહ્યું છે કે, કોર્ટ આ અઠવાડિયે આ મામલે સુનાવણી કરવા જઈ રહી છે. જો 15 હજાર રૂપિયાની મર્યાદા હટાવવામાં આવે તો દેશના કરોડો કર્મચારીઓને ફાયદો થશે.
વર્તમાનમાં આ નિયમ છે લાગૂ
નોકરીમાં જોડાતાની સાથે જ તમે EPS ના સભ્ય બની જાવ છો. કર્મચારી તેના પગારના 12 ટકા ભાગ (EPF) માં આપે છે, તેટલી જ રકમ તેની કંપની પણ આપે છે, પરંતુ તેનો એક ભાગ 8.33% EPSમાં પણ જાય છે. જેમ કે આપણે ઉપર ઉલ્લેખ કર્યો છે કે હાલમાં મહત્તમ પેન્શનપાત્ર પગાર માત્ર 15 હજાર રૂપિયા છે, જેનો અર્થ છે કે, પેન્શનનો મહત્તમ હિસ્સો (રૂ. 15,000 નું 8.33%) દર મહિને 1250 રૂપિયા છે. ઉપરાંત, જ્યારે કર્મચારી નિવૃત્ત થાય છે, ત્યારે પેન્શનની ગણતરી માટે મહત્તમ પગાર 15 હજાર રૂપિયા ગણવામાં આવે છે, જે મુજબ કર્મચારીને ફક્ત EPS હેઠળ મહત્તમ 7 હજાર 500 રૂપિયા પેન્શન મળી શકે છે.
વધી જશે પેન્શનની રકમ
જો કોર્ટ કર્મચારીઓના હિતમાં નિર્ણય આપે તો 15 હજારની મર્યાદા ખતમ થઈ જશે. જેના પછી તમારી પેન્શનની રકમ ચોક્કસ વધી જશે. આપને જણાવી દઈએ કે, આ અઠવાડિયે આ મામલે સુનાવણી થવાની છે. જો કે, ફરી કાર્યવાહી મોકૂફ નહીં રાખવામાં આવે તો કર્મચારીઓને ફાયદો થશે. નહિંતર, પેન્શનની ગણતરી જૂની પોલિસી પર જ ચાલુ રહેશે.






