EPFO Update: જો તમે નોકરી કરતા હોવ અને ઈપીએફઓ (EPFO) માં યોગદાન આપો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. કારણ કે, હવે ઈપીએફઓ (EPFO) એવા ખાતાધારકો (EPFO Account Holder) સામે એક્શન મોડમાં આવ્યું છે, જેમણે અત્યાર સુધી ઈ-નોમિનેશન નથી કરાવ્યું. માહિતી મુજબ, હવે આવા સભ્યોને 7 લાખ રૂપિયાના વીમા કવચથી વંચિત રાખવાની સૂચના આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, જો તમે હજુ સુધી ઈપીએફઓ (EPFO) હેઠળ નોમિનેશન નથી કરાવી શક્યા તો 1 જુલાઈ પહેલા કરી લો. નહીંતર 7 લાખ રૂપિયાનું નુકસાન થશે.
શું છે e-nomination નો નિયમ ?
હકીકતમાં, જ્યારે પણ કોઈ નોકરીમાં જોડાય છે, તે જ સમયે તેને ઈપીએફઓ (EPFO) નો સભ્ય બનાવવામાં આવે છે. તેની સાથે નોમિનીનું નામ પણ પૂછવામાં આવે છે. પરંતુ હવે પારદર્શિતા ખાતર,ઈપીએફઓ ( EPFO) નોમિનીની સંપૂર્ણ વિગતો પોતાની પાસે સાચવવા માગે છે. કારણ કે, જો કોઈ પ્રતિકૂળ સંજોગોને કારણે સભ્યનું મૃત્યુ થાય અથવા તેને ગંભીર ઈજા થાય તો તેને ભવિષ્ય નિધિ સંસ્થા તરફથી 7 લાખના વીમા કવચનો લાભ મળે છે. પરંતુ અનેક વખત અપીલ કર્યા બાદ પણ કેટલાક લોકોએ હજુ સુધી ઈ-નોમિનેશન કરાવ્યું નથી.
નોમિનીને મળે છે પૂરા રૂપિયા
જો તમે ઈ-નોમિનેશન (e-nomination) કરશો તો ઈપીએફઓ (EPFO) માટે કોઈ સમસ્યા નહીં રહે. કારણ કે, જો કોઈ કારણસર સભ્યનું મૃત્યુ થાય છે, તો તે નોમિનીને ઈપીએફઓ (EPFO) ના તમામ રૂપિયા આપી દેવામાં આવે છે. જો કે, મોટાભાગના ખાતાધારકોએ ઈ-નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. જ્યારે કેટલાક લોકો હજુ પણ ઈ-નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી. આથી જેમણે આ અગત્યનું કામ કર્યું નથી તેઓ તેને તાત્કાલિક પૂર્ણ કરો નહીંતર 7 લાખની સુવિધાનો લાભ નહીં મળી શકે.






