SBI Locker rule update: જો તમે પણ દેશની સૌથી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈ (SBI) નું લોકર લીધું છે, તો સાવધાન થઈ જાવો. કારણ કે, બેંકે તમામ ગ્રાહકોને તેમની બ્રાન્ચમાં જઈને રિવાઇઝ્ડ લોકર એગ્રીમેન્ટ પર સહી કરવા માટે કહ્યું છે. જો કોઈ લોકર ધારક છેલ્લી તારીખ સુધી આ કામ નહીં કરે તો તેને ભારે દંડ ભર્યા બાદ જ આ સુવિધાનો લાભ આપવામાં આવશે. જો કે, લોકર રિન્યુઅલની છેલ્લી તારીખ 31 સપ્ટેમ્બર રાખવામાં આવી છે. પરંતુ ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશો મુજબ 30 જૂન સુધીમાં 50 ટકા લોકર્સ રિન્યૂ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
લોકર ચાર્જને લઈ કન્ફ્યુઝન
આપને જણાવી દઈએ કે, લોકર ચાર્જને લઈને ગ્રાહકોમાં થોડી મૂંઝવણની સ્થિતિ છે. માહિતી મુજબ, એસબીઆઈ (SBI) એ નાના અને મધ્યમ લોકર માટે 500 રૂપિયા ઉપરાંત GSTનો ચાર્જ રાખ્યો છે. સાથે જ, મોટા અને વધારાના લોકર માટે 1000 રૂપિયાનો વાર્ષિક ચાર્જ છે. તેમાં ચોક્કસપણે GST ઉમેરવામાં આવે છે. જો કે, લોકરનો ચાર્જ પણ તમારા વિસ્તાર પર નિર્ભર કરે છે. ઘણી જગ્યાએ આ ચાર્જ ઓછો કે વધારે હોઈ શકે છે. કારણ કે, બેંકે શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે અલગ-અલગ કેટેગરી બનાવી છે. ચાલો જાણીએ કે, વિસ્તારના આધારે લોકરનો કેટલો ચાર્જ છે.
નાના લોકરનું ભાડું
શહેરી અને મેટ્રો: 2000 રૂપિયા + GST
ગ્રામીણ અને અર્ધ-શહેરી: 1500 રૂપિયા + GST
એસબીઆઈ (SBI) ના મીડિયમ લોકરનું રેન્ટલ ચાર્જ
શહેરી અને મેટ્રો: 4000 રૂપિયા + GST
ગ્રામીણ અને અર્ધ-શહેરી: 3000 રૂપિયા + GST
એસબીઆઈ (SBI) ના લાર્જ લોકરનું રેન્ટલ ચાર્જ
શહેરી અને મેટ્રો: 8000 રૂપિયા + GST
ગ્રામીણ અને અર્ધ-શહેરી: 6000 રૂપિયા + GST
એસબીઆઈ (SBI) ના એક્સ્ટ્રા લાર્જ લોકરનું રેન્ટલ ચાર્જ
શહેરી અને મેટ્રો : 12000 રૂપિયા + GST
ગ્રામીણ અને અર્ધ-શહેરી: 9000 રૂપિયા + GST






