500 Rupee Note: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એ મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે, ટંકશાળમાંથી જારી કરાયેલી 500 રૂપિયાની નોટો (500 Rupee Note) ગાયબ થઈ ગઈ છે. આરબીઆઈના જણાવ્યા મુજબ, આ અહેવાલો સાચા નથી. અધિકારીઓએ જણાવ્યું કે, આ અહેવાલો માહિતી અધિકાર અધિનિયમ, 2005 હેઠળ ટંકશાળામાંથી લેવામાં આવેલી માહિતીના ખોટા અર્થઘટન પર આધારિત છે. ધ્યાનમાં રાખો કે, ટંકશાળમાંથી આરબીઆઈને સપ્લાય કરવામાં આવેલી તમામ બેંક નોટોનો યોગ્ય હિસાબ રાખવામાં આવે છે.
નોટ ગાયબ થવા પર RBI નું નિવેદન
આરબીઆઈ વતી એવું કહેવામાં આવ્યું હતું કે, એ પણ નોંધવું જોઈએ કે ટંકશાળમાં છપાયેલી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને સપ્લાય કરવામાં આવેલી બેન્ક નોટને મેચ કરવા માટે મજબૂત સિસ્ટમો છે, જેમાં બેન્ક નોટોના ઉત્પાદન, સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યૂશન પર દેખરેખ રાખવા માટેના પ્રોટોકોલનો સમાવેશ થાય છે. આવા મામલાઓમાં આરબીઆઈ દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ છે.
નોટ પર RBI નો નિર્ણય
નોંધનીય છે કે, આ પહેલા 19 મેના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. જોકે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે 2000ની નોટ લીગલ ટેન્ડર રહેશે. જો કે, આરબીઆઈએ બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટ ના આપવાનો નિર્દેશ આપ્યો છે. જે લોકો પાસે 2000 રૂપિયાની નોટ છે તેઓ RBIની બેંક અને પ્રાદેશિક શાખામાં જઈને બદલી અથવા જમા કરાવી શકે છે. બીજી તરફ, જે લોકો પાસે બેંક ખાતું નથી તેઓ કોઈપણ બેંકની શાખામાં જઈને 2000 રૂપિયા સુધીની 20 હજાર રૂપિયાની નોટ એક સમયે બદલી શકે છે.
નોટ બદલવાની સમયમર્યાદા
આપને જણાવી દઈએ કે, આ કવાયતને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા અને લોકોને પૂરતો સમય આપવાના હેતુથી 30 સપ્ટેમ્બર છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. જો કે, આગળની સ્થિતિના આધારે આરબીઆઈ સપ્ટેમ્બરની સમયમર્યાદા પર વિચાર કરી શકે છે. 2000ની નોટ નવેમ્બર 2016માં જારી કરવામાં આવી હતી અને લગભગ 7 વર્ષ બાદ તેને ચલણમાંથી હટાવી લેવામાં આવી હતી.






